ગુજરાતનાં આ ગામમાં વરરાજાને બદલે તેની બહેન ફેરા ફરવા જાન લઈ ને જાય છે, જોવો આ અવનવો રીતરીવાજ……
રાજ્યમાં દરેક સમાજમાં લગ્નપ્રસંગની ઉજવણી પોતાના રીત રિવાજ મુજબ કરવામાં આવતી હોય છે ત્યારે આજે અમે તમને ગુજરાતના એક અનોખા લગ્નની વાત કરવાના છીએ જ્યાં દુલ્હન પોતાના પતી સાથે નહિ પરંતુ તેમના ભાભી સાથે નણંદ ફેરા ફરે છે.
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં છેક મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકૂવા પાસે પ્રકૃતિના સાંનિધ્યમાં વસવાટ કરતા કેટલાક ગામોના આદિવાસીઓના રિતરિવાજ એવા છે કે જેને તમે જાણશો તો ચોક્કસ આશ્ચર્યમાં ગરકાવ થઇ જશો. ૨૧મી સદી સાથે તાલ મિલાવી રહેલા આ આદિવાસી સમુહ આધુનિક જમાના સાથે અનુરૂપ બદલાવ લાવવા સાથે દેવપ્રકોપની આમન્યા રાખી પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે.ફેરકૂવા આસપાસના એવા ત્રણ ગામો છે કે જ્યાંથી જતી જાનમાં વરરાજા જતા નથી કે ત્યાં આવતી જાનમાં વરરાજા આવતા નથી.વરરાજાને બદલે તેની બહેન ફેરા ફરવા માટે આવે છે.
ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ત્રણ ગામમાં આ અનોખી લગ્નપ્રથા છે.લોકોના કહેવા મુજબ ગામના દેવ કુંવારા હોવાથી વરરાજા લગ્ન કરવા માટે જતા નથી ગામની કુંવારીકા નવોઢા બની જાન લઈને જાય છે.
રાઠવા સમાજની આ માન્યતા આશરે ૩૦૦ વર્ષ જૂની હોવાંનું સામે આવ્યું છે.જેમાં ગામના એક યુવકે જણાવ્યું હતું કે અત્યારે તેમના ભત્રીજા લગ્ન છે પરંતુ તેમની પતીની લેવા માટે તેમની ભત્રીજી જાન લઈને ગયા છે.
તેમને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે તે આજે પણ સાચવી રહ્યા છે.આ રિવાજ ચાલતા ત્રણ ગામડા છે.તે ગામમાં કોઈ વરરાજા આવતો નથી અને તેમના ગામમાંથી કોઈ વરરાજા બીજા ગામમાં જતા નથી.જેમાં સુરખેડા,અંબાલા અને સનાળા આ ત્રણ ગામમાં આજે પણ વર્ષો જૂની પરંપરા યથાવત રાખવામાં આવી છે.
તે ગામના દેવ કુંવારા હોવાથી તે ગામમાંથી કોઈ વરરાજા લગ્ન કરવા જતા નથી અને તેમની બહેન તેમની પત્નીને લઈને આવે છે આ અનોખા લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યા છે કારણ કે આવી પરંપરા જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે જેને લઈને આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે.