ગુજરાત નાં સોનુ સુદ એવાં ખજૂરભાઈએ કરી લીધી સગાઈ.જાણો કોણ છે તેની….
ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ ચહેરો એવા ગુજરાતનાં ખજૂરભાઇને પ્રેમિકા મળી છે. જેની સાથેનો સગાઇનો ફોટો તેમણે ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનું સુદ તરીકે પ્રચલિત છે.તેમની સગાઇ મિનાક્ષી દવે સાથે આજે બારડોલી ખાતે થઇ છે.
આપણે સૌ જાણીએ જ છીએ કે ખજૂરભાઇ સેવાભાવી વ્યક્તિ છે.તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવી હતી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. માહિતી અનુસાર આશરે 1 કરોડથી પણ વધુ રૂપિયાની સેવા ખજૂરભાઇ કરી ચૂક્યાં હશે.
નીતિનભાઈ જાની ની સગાઈ અત્યારે થઈ ગઈ છે અને તેમણે પોતાના મંગેતરની સાથે ફોટાઓ પણ પોતાના એકાઉન્ટ ઉપર શેર કર્યા છે.ખજૂર ભાઈ ની મંગેતર નું નામ મીનાક્ષી દવે છે. સાથે તેમણે પોતાના સગાઈ ના ફોટાઓ પણ શેર કર્યા છે અને તેમની જીવનસાથી મીનાક્ષી દવે અને પણ ટેક કરી હતી. ખજૂર ભાઈના સગાઈ ના ફોટાઓ ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે બંનેની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે
તૌકતે વાવાઝોડામાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં મકાનો પડ્યાં હોય કે કોઇ ગરીબનાં પેટનો ખાડો પૂરવાનો હોય,ખજૂરભાઇ હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે.માહિતી અનુસાર તેમણે તો પોતાના ખર્ચે સૌરાષ્ટ્રમાં અમુક મકાન ફરી બનાવ આપ્યાં હતાં.
મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઇ ખજૂરભાઇ સાથે થઇ છે.મિનાક્ષીએ અને ખજૂરભાઇએ સગાઇ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે.મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે.તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.
લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા તેમણે ગુજરાતની અંદર આવેલા એક વાવાઝોડાની અંદર આવા સમયે ખજૂરભાઈ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા અને વાવાઝોડાની અંદર અનેક લોકોના મકાન પણ પડી ગયા હતા.ખજૂર ભાઈ અત્યાર સુધીમાં 200થી પણ વધારે લોકોના સારા એવા મકાન બનાવી દીધા છે.