જાણો મહાભારત નું એક અજાણ્યું રહસ્ય,ગાંધારીએ એકસાથે 100 કૌરવોને કેવી રીતે જન્મ આપ્યો?
ભારત નુ મહાન ગ્રંથ એટલે મહાભારત જેમાં ઉલ્લેખ છે કૌરવ અને પાંડવોનો.આ ધર્મ યુદ્ધ જેવી લડાઈઓ ની સાથે-સાથે ઘણા એવા પણ રહસ્યો જોડાયેલા છે જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે.એવું જ એક રહસ્ય છે કૌરવો નો જન્મ.આ એક ચમત્કાર જ છે કે એક માતા એ એક સાથે ૧૦૦ બાળકો ને જન્મ આપ્યો.આ રહસ્ય આજે ઘણા લોકો જાણતા નથી સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે ગાંધારી ના કુખે થી ૧૦૦ બાળકો નો જન્મ થવો એ કઈ પ્રાકૃતિક ઘટના નથી પરંતુ એ પ્રાચીન સમય નું એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે.
આપણો ભારત દેશ ખૂબ જ ધાર્મિક દેશ છે.બાળપણથી જ આપણને રામાયણ મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો વિશે જણાવવામાં આવતું હોય છે.રામાયણ અને મહાભારતમાં ઘણા બધા એવા પ્રસંગ હોય છે જેના વિશે આપણને ખબર હોતી નથી અને તે ઘટનાઓ ખુબ જ રસથી ભરેલી હોય છે. તેઓ જ એક મહાભારત નો પ્રસંગ છે કે શું ગાંધારી એ એક સાથે 100 બાળકો ને જન્મ આપ્યો હતો તેના પાછળનું રહસ્ય આપણે ન જાણતા હોઈએ તો ચાલો આજે તમને તેની પાછળનું રહસ્ય જણાવીએ.
કૌરવો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના પુત્રો હતા અને તેમને દુશાલા નામની પુત્રી પણ હતી. તે જ સમયે, સૌથી મોટા કૌરવનું નામ દુર્યોધન છે, જે મહાભારતના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક છે. મહાભારતમાં કૌરવો પાંડવોની સેના સાથે લડ્યા હતા અને હાર પણ પામ્યા હતા. જો કે, એવું પણ કહેવાય છે કે ધૃતરાષ્ટ્રના તેની દાસી સાથેના સંબંધને કારણે બીજા પુત્રનો જન્મ થયો, જેનું નામ ‘યુતુત્સુ’ રાખવામાં આવ્યું.
કૌરવોને જન્મ આપનારી માતા ગાંધાર દેશ ના રાજા સુબધની પુત્રી હતી.તેનો જન્મ ગાંધાર દેશમાં થયો હતો એટલે તેનું નામ ગાંધારી આપવામાં આવ્યું હતું.કૌરવોના જન્મની પાછળ એક એવી પ્રચલિત કથા છે કે એકવાર મહર્ષિ વેદવ્યાસજી હસ્તિનાપુર આવ્યા હતા અને ગાંધારીએ વેદ વ્યાસજીની ખૂબ જ સેવા કરી હતી તેની સેવાથી પ્રસન્ન થઈને મહર્ષિ વેદવ્યાસે કહ્યુ કે તને જે વરદાન જોઈએ તે માગ.
ત્યારે ગાંધારીએ ૧૦૦ પુત્ર થવાનું વરદાન માગ્યું.સમય જતાં ગાંધારી ને ગર્ભ રહ્યો.તે બે વર્ષ સુધી પેટમાં જ રહ્યો બે વર્ષ સુધી પેટમાં ગર્ભ રહ્યો એટલે ગાંધારી ખૂબ જ ગભરાઈ ગયા અને પોતાનો ગર્ભપાત કરાવી નાખ્યો.ત્યારબાદ તેના પેટમાંથી એક લોખંડ નો પીંડ નીકળ્યો.
પછી મહર્ષિ વેદવ્યાસજીએ પોતાની યોગશક્તિ તે પીંડ પર કરી અને ત્યારબાદ તેઓ ગાંધીરી પાસે આવ્યા અને ત્યારબાદ વેદવ્યાસજીએ ગાંધારીને આ પીંડ પર પાણી છાંટવાનું કહ્યું.જ્યારે ગાંધારીએ પર પાણી છાંટી ત્યારે તેના 101 ટુકડા થઈ ગયા ત્યારબાદ વેદવ્યાસજીએ કહ્યું કે આ માસના પિંડોને ઘીથી ભરેલા કુંડામાં નાખી દો અને બે વર્ષ પછી આ પીંડ માંથી પહેલા દુર્યોધન અને પછી ગાંધારીના બીજા 99 પુત્ર અને એક કન્યા ઉત્પન્ન થયા.