ધરવાળા ગામે કોળી સેના દ્વારા સંગઠનના નવા હોદ્દેદારોને નિમણુક પત્ર અર્પણ કરાયા…

ઉમરાળા તાલુકાના ધરવાળા ગામે કોળી સેના દ્વારા સંગઠનની મિટિંગ યોજાઈ ગુજરાત રાજ્ય યુવા કોળી સેના અધ્યક્ષ દિવ્યેશ સોલંકી ના અઘ્યક્ષ સ્થાને જિલ્લા આગેવાન આનંદભાઈ ડાભી જાંબુચા ભાઈ

એડવોકેટ વિપુલભાઈ ચોહાણ ઘનશ્યામભાઈ મકવાણા જુગલભાઈ ચાવડા ડાયાભાઇ મેર સરપંચ ધરવાળા સહિતના ઉમરાળા તાલુકાના ગામોના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ

જિલ્લા ભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુ માહિતી આપતા ઉમરાળા તાલુકા યુવા પ્રમુખ બકુલભાઈ મકવાણા દ્વારા જણાવાયું કે ઉમરાળા તાલુકામાં કોળી સેના સંગઠન વધુને વધુ મજબૂત બને અને ગામ પ્રમાણે નવ નિયુક્ત હોદેદારોને નિમણુક પત્રો અર્પણ કરાયા અને સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે ખૂબ આગળ વધે તેના ઉપર ભાર મુકાય તેવા પ્રયત્નો કરવામાં આવશે રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »