લ્યો બોલો આ જગ્યાએ મળે છે દારૂ વાળી ચા, લોકો આ ચા નાં એટલાં દિવાના થયા કે દૂર દૂરથી આવે છે પીવા…
તમે મસાલા ચા પીધી હશે.આઈસ ટીની પણ મજા માણી હશે.પરંતુ શું તમે ક્યારેય આલ્કોહોલિક ચા અજમાવી છે? આ ચાને ઓલ્ડ મોન્ક ટી નામ આપવામાં આવ્યું છે અને આ ચાનો સ્વાદ લેવા તમારે ગોવા જવું પડશે.સુંદર દરિયાકિનારા,ફેન્સી રેસ્ટોરન્ટ્સ અને વ્યાજબી કિંમતની વાઇન માટે સૌથી વધુ પસંદગીનું રજાનું સ્થળ એટલે ગોવા.
ચા અને ઓલ્ડ મોન્ક રમનું વિચિત્ર મિશ્રણ કેન્ડોલિમ,ગોવાના સિંકેરિમ બીચ પર વેચાઈ રહ્યું છે.અહીંનો એક વીડિયો ટ્વિટર પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં,રસ્તાની બાજુમાં એક દુકાનદાર ‘ઓલ્ડ મોન્ક રમ’ સાથે ચા બનાવે છે.
તે માટીના વાસણને ગરમ કરે છે અને તેને ચીમટી વડે બહાર કાઢે છે અને પછી બોટલમાંથી થોડી ઓલ્ડ મોન્ક રમ તેમાં રેડે છે.પછી આ મિશ્રણમાં ચા ઉમેરવામાં આવે છે.તૈયાર થઈ ગયા બાદ તેને કુલ્હાડમાં આપીને સર્વ કરે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કેન્ડોલિમના સિંકવેરિમ બીચ પર બનાવવામાં આવ્યો છે.પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે,‘ગોવામાં ઓલ્ડ મોન્ક ટી.’
થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થઈ ગયો અને તેને ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે.રેસીપી શેર કરતા એક યુઝરે લખ્યું,‘આ અદ્ભુત છે!વાસ્તવમાં,હોટ કોફીમાં અડધી ચમચી ઓલ્ડ મોન્ક એક શાનદાર રેસીપી છે.’અન્ય એક યુઝરે લખ્યું, “તે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે”.
Old monk tea in Goa. The end is near!!! 🙉 pic.twitter.com/1AYI0ikR40
— Dr V 🦷💉 (@DrVW30) November 3, 2022
કેટલાક યુઝર્સે તેના આ આઈડિયા પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.અન્ય યુઝરે લખ્યું,“એક જ સમયે બે પરફેક્ટ ડ્રિંક્સ વેડફાય છે.”ચાના શોખીન વ્યક્તિએ લખ્યું,“આ બધુ કચરો છે.ચા એ સાદી અને સરળ ચા છે”.હાલ સોશિયલ મીડિયામાં દારૂ વાળી ચાનો વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.લોકો આ વિડીયો જોઇને કહી રહ્યા છે કે, ‘એકવાર ટ્રાય કરવા જેવું છે.’