મોહમ્મદ કૈફ એ આવી રીતે કરી એક હિન્દુ યુવતી પૂજા સાથે કર્યાં લગ્ન, જાણો આ પ્રેમ કહાની….
અલ્હાબાદ (પ્રયાગરાજ) માં જન્મેલા ભારતીય ક્રિકેટનાં શાનદાર ઓલરાઉન્ડર રહેલાં મોહમ્મદ કૈફને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો.આ માટે તે પ્રયાગરાજથી કાનપુર ગયા હતા. અહીં તેઓ ગ્રીન પાર્ક સ્ટેડિયમની હોસ્ટેલમાં રહેવા લાગ્યા હતા.અહીંથી તેની યાત્રા ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચી હતી.
કૈફ તેની રમતની સાથે સાથે તેની લવ લાઈફ માટે પણ ચર્ચામાં રહ્યો હતો.જો કે,તેણે પોતાનું અફેર ઘણું સિક્રેટ રાખ્યું હતું અને 4 વર્ષ સુધી હિન્દુ યુવતી સાથે ડેટિંગ કર્યા પછી,તેણે ધર્મને ધ્યાનમાં લીધા વિના પૂજા (pooja yadav) સાથે લગ્ન કર્યા.હવે તે તેમની સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો છે.
મોહમ્મદ કૈફે હાલમાં 41મો જન્મદિવસ ઉજવ્યો હતો.કૈફનો જન્મ 1980માં અલ્હાબાદમાં થયો હતો.તે તેની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો છે.
ભારતીય ક્રિકેટરોની લવ અફેર્સની ચર્ચા ઘણીવાર ચર્ચામાં રહે છે,પરંતુ મોહમ્મદ કેફે પોતાના લવ અફેર્સને બહુજ સિક્રેટ રાખ્યો હતો.4 વર્ષ સુધી તેણે પૂજા યાદવ નામની છોકરીને ડેટ કરી હતી.
ધર્મને ધ્યાનમાં લીધા વિના, કૈફે 26 માર્ચ, 2011ના રોજ પૂજા સાથે લગ્ન કર્યા.કૈફની પત્ની પૂજા દેખાવમાં ખૂબ જ સુંદર છે, અને આ જ કારણ હતું કે કૈફ તેના પ્રેમમાં પડ્યો હતો.
કહેવાય છે કે આ બંનેની લવ સ્ટોરીની શરૂઆત તેમના કેટલાક કોમન મિત્રો દ્વારા થઈ હતી.એક પાર્ટી દરમિયાન કૈફના મિત્રએ તેનો પૂજા સાથે પરિચય કરાવ્યો અને તેને જોતા જ કૈફની નજર તેના પર ટકી ગઈ હતી.
અહીંથી જ બંનેની મિત્રતાની શરૂઆત થઈ હતી.આ પછી, ઘણીવાર આ બંનેનું મળવાનું થતું હતુ.આ પછી,વાતચીત શરૂ થઈ અને ટૂંક સમયમાં જ બંનેની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો.4 વર્ષ પછી બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેને બે બાળકો છે.
જણાવી દઈએ કે,મોહમ્મદ કૈફ 2002 થી 2006 સુધી ભારતીય ટીમનો હિસ્સો રહ્યો છે.કેફે 2002માં નેટવેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.આ મેચમાં તેણે અણનમ 87 રનોની ઈનિંગ રમીને ઐતિહાસિક જીત અપાવી હતી.આ મેચ પછી,દાદા (સૌરવ ગાંગુલી) એ તેમનું ટી-શર્ટ ઉતારી દીધુ હતુ.
તેની ક્રિકેટ કારકીર્દિમાં કૈફે ભારત માટે 125 વનડે મેચ રમી હતી,જેમાં 2753 રન બનાવ્યા હતા.કૈફે ભારત તરફથી 13 ટેસ્ટ મેચ પણ રમી હતી.કૈફ ભારતીય ક્રિકેટના બેસ્ટ ફીલ્ડર્સમાંથી એક ગણાય છે.કૈફે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2006માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન રમી હતી.