ઓમ નાં જાપ કરવાથી અનેક રોગ દૂર થાય. આજેજ કરો પ્રયોગ
ॐ શબ્દમાં અનેક ઘણી તાકાત રહેલી છે. દરેક વ્યક્તિ રોજ સવારમાં ॐ શબ્દ બોલવો જોઇએ. જો તમે રોજ સવારમાં ॐ શબ્દ બોલો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
ॐ શબ્દ વિશે દરેક લોકો જાણે છે. પૂજા પાઠ, ધાર્મિક ગતિવિધીઓ, યોગાભ્યાસ અને વિભિન્ન મંત્ર ઉચ્ચારણમાં ॐ નો પ્રયોગ કરવામાં આવે છે. જો કે ॐ નું જ્ઞાન એ સૌથી મોટું જ્ઞાન છે. દરેક ઇશ્વરની ઉપાસનાના મંત્ર ॐ થી પ્રારંભ થાય છે. ॐ ત્રણ અક્ષરોમાંથી બનેલો શબ્દ છે, અ, ઉ અને મ. મ આદિ કર્તા બ્રહ્મના બોધ છે, ઉ વિષ્ણુ ભગવાનના બોધ હોય છે જ્યાર મ થી મહેશ બોધ હોય છે. એટલે કે ॐ સંપૂર્ણ જગતનું નેતૃત્વ કરે છે. ઘણાં લોકો નિયમિત રીતે ॐ નો ઉચ્ચારણ કરતા હોય છે. તો જાણો તમે પણ ॐ બોલવાથી સ્વાસ્થ્યને શું થાય છે લાભ.
ॐ બોલવાથી ગળામાં કંપન ઉતપન્ન થાય છે જેનાથી થાઇરોઇડ ગ્રંથિ પર સકારાત્મક પ્રભાવ પડે છે. ગભરામણ દૂર કરવામાં તમે ॐ નો ઉચ્ચારણ કરો છો તો સૌથી બેસ્ટ છે. શરીરના બધા આંતરિક અંગ ॐ ના ઉચ્ચારણથી વિષમુક્ત થવા લાગે છે. આના કારણે તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યામાંથી પણ છૂટકારો મેળવી શકો છો.
ॐ શબ્દમાં રહેલી તાકાત તમારા શરીરને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. અ બોલવાથી શરીરના નીચલા ભાગમાં એટલે પેટની આસપાસ કંપન થાય છે. ઉ બોલવાથી શરીરના મધ્ય ભાગમાં એટલે કે છાતીની આસપાસ કંપન થાય છે. આમ મ બોલવાથી શરીરના ઉપરના ભાગમાં એટલે મસ્તિષ્કમાં કંપન થાય છે. કુલ મળીને ॐ ના ઉચ્ચારણથી સંપૂર્ણ શરીરમાં કંપન થાય છે. આનાથી આપણાં શરીરમાં માનસિક, શારિરિક અને આત્મિક લાભ પહોંચે છે.
ॐ થી અનિદ્રાના રોગમાંથી મુક્તિ મળે ॐ નો ઉચ્ચારણ તમે રેગ્યુલર કરો છો તો અનિદ્રાના રોગમાંથી છૂટકારો મળે છે. જો તમને અનિદ્રાનો રોગ છે તો તમે રોજ ॐ બોલવાનું શરૂ કરી દો. ॐ બોલવાથી શરીરમાં તાકાત આવે છે. આ સાથે જ તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો તમારે રોજ સવારના સમયમાં ॐ નું ઉચ્ચારણ કરવું જોઇએ. હંમેશા સકારાત્મક રહેવા માટે તમારે ભૂલ્યા વગર રોજ સવારમાં ॐ નું ઉચ્ચારણ કરવું જોઇએ.