રાજસ્થાનનું એક એવું રહસ્યમય મંદિર,જ્યાં રાત્રિ રોકાણ કરવું અત્યંત જોખમી છે.કારણ જાણી ને તમે પણ ચોંકી જશો.
ભારતમાં રહસ્યમય મંદિરોની કોઈ કમી નથી.રાજસ્થાનમાં ઘણા આવા જ મંદિરો છે.જ્યાં સાંજ પડતા જ લોકો ભાગી જાય છે.આ મંદિરમાં રાત્રે તો કોઈ ભૂલથી પણ ના રોકાય એની પાછળનું કારણ છે કે અહીં રાત્રે જે પણ રોકાય તે પથ્થર બની જાય છે.
રાજસ્થાનના બાડમેરમાં સ્થિત આ મંદિર કિરાડુ મંદિર તરીકે ઓળખાય છે.દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું આ મંદિર ખુબ પ્રસિદ્ધ છે.કહેવાય છે 1161 ની સદીમાં આ મંદિરને કિરતકૂપ તરીકે ઓળખવામાં આવે છે.
કિરાડુ પાંચ મંદિરની એક શૃંખલા છે,જેમાં વિષ્ણુ મંદિર અને શિવ મંદિર જ સારી હાલતમાં છે.જયારે બીજા મંદિરો ખંડર બની ગયા છે,આનું કારણ કોઈ જાણતું નથી,પરંતુ મંદિરની કલાકૃતિ જોઈ અંદાજ લગાવવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ગુપ્ત વંશ કે સંગમ વંશ માં થઇ હશે.
આ મંદિરને લઈને,માન્યતા છે કે વર્ષો પેહલા કોઈ સિદ્ધ સાધુ તેમના શિષ્યોને લઈને અહીં આવ્યા હતા.એક દિવસ તે શિષ્યોને અહીં મૂકીને ભ્રમણ પર ચાલી ગયા હતા.આ વચ્ચે શિષ્યો ની તબીયત બગડી હતી.ત્યારે આ શિષ્યોએ ગ્રામ્યજનો પાસે મદદ માંગી હતી,પરંતુ કોઈએ તેમની મદદ કરી ન હતી. અને સાધુ પરત આવ્યા ત્યારે આ વાતની પુરી માહિતી મેળતા સાધુ એ ક્રોધિત થઇ ગ્રામ્યજનો ને શ્રાપ આપ્યો હતો કે સાંજ પડતા જે અહીં રોકાશે તે પથ્થર બની જશે.
એક બીજી પણ માન્યતા છે કે એક મહિલાએ શિષ્યોની મદદ કરી હતી ત્યારબાદ સાધુએ મહિલાને સાંજ સુધીમાં ગામ છોડી ચાલ્યા જવાનું કહ્યું અને પાછળ ફરીને ન જોવા કહ્યું પણ મહિલાએ વાત માની ન હતી,અને આ ઘટના બાદ તે પથ્થર બની ગઈ હતી.
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું આ મંદિર કિરાડુ મંદિર તરીકે ઓળખાય છે.આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું છે.આ મંદિરને રાજસ્થાનનું ખજુરાહો પણ કહેવામાં આવે છે.એક અહેવાલ અનુસાર,1161 બીસીમાં,આ સ્થાનને કિરત કૂપ કહેવામાં આવતું હતું.તે પાંચ મંદિરોની સાંકળ છે.તેના મોટાભાગના મંદિરો કાટમાળ નીચે દટાઈ ગયા છે.જોકે શિવ મંદિર અને વિષ્ણુ મંદિરની સ્થિતિ સારી છે.આ મંદિર કોણે બનાવ્યું તેની કોઈ ચોક્કસ માહિતી નથી.પરંતુ, મંદિરના નિર્માણને લઈને લોકોની પોતાની માન્યતાઓ છે. પરંતુ, એક સમયે અહીં આવી ઘટના બની હતી,જેના કારણે લોકો હજુ પણ ભયમાં છે.