તળાજા તાલુકાના બે વક્તિ વચ્ચે મારામારી થવાથી કલ હમારા યુવા ના આગેવાનોએ…..
કલ હમારા યુવા સંગઠન તળાજા ની સરાહનીય કામગીરી બે પરીવાર ના વ્યક્તિ દ્વારા અગાઉ થયેલી મારામારી માં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી તેમાં કલ હમારા યુવા સંગઠન તળાજા ના આગેવાનો દ્વારા સમજાવટથી સુખદ સમાધાન થયું
તળાજા તાલુકાના ઠળિયા ગામે સમાજનાં જ બે પરીવાર ના વ્યક્તિઓ દ્વારા થયેલ મારામારી દરમિયાન તે સમયે પોલીસ ફરિયાદ અશોકભાઈ ડાભીની ફરીયાદ નોંધાઇ હતી જે મથુરભાઈ મેર ઉપર કરેલી હતી અંદાજે ડોઢ વર્ષ પહેલાં ને આજે તારીખ 29/3/22 ના રોજ કોર્ટમાં હાજર રાખીને સામાજિક સમજાવટથી સમાધાન કરાવી ને ચા પાણી આપવામાં આવ્યાં હતા
આ સમાધાન કલ હમારા યુવા સંગઠન તળાજા તાલુકાના આગેવાનો વલ્લભભાઈ બારૈયા, કીશોરભાઈ વાઘેલા ઉપ પ્રમુખ, મુકેશભાઈ પાટડીયા સહ મંત્રી, સુરેશભાઈ વેગડ સલાહકાર ભરતભાઈ રાઠોડ, કાબાભાઈ મકવાણા અને વકીલ હરેશભાઈ બાંભણીયા દ્વારા ખુબ સરસ રીતે સમજાવટથી સમાધાન કરવામાં આવ્યું હતું કલ હમારા યુવા સંગઠન નું નામ નહી પણ કામ બોલે છે