પેપર લીક કાંડ નાં આરોપીએ ગુજરાત જુનિયર કલાર્ક પરીક્ષા પહેલાં ઓડિશા માં પણ પોલીસ ભરતી પરીક્ષા ની પથારી ફેરવી હતી…

ગુજરાત રાજ્યની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર સાડા નવ લાખ ઉપરાંત ઉમેદવારના ભાવી પર પાણી ફેરવનાર ટોળકીને ગુજરાત ATS એ ઝડપી પાડી છે.જેમાં વડોદરાથી મુખ્ય સુત્રધાર પ્રદિપ નાયક સહિત 15ની ધરપકડ કરી 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા.ત્યારબાદ હૈદરાબાદની પ્રનિટીંગ પ્રેસમાંથી જુનિયર ક્લાર્કની પરિક્ષાના પેપરનો રૂ.7 લાખમાં સોદો કરનાર શ્રીધરની પણ ધરપકડ કરવામાં આવી છે.તેવામાં પેપર લીક કાંડમાં વધુ એક ભેજબાજ સરોજ માલુની ગુજરાત ATS એ ધરપકડ કરી વડોદરા કોર્ટમાં રજુ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગુજરાતના સાડા નવ લાખ કરતા વધુ ઉમેદવારોની કારકીર્દી પર પાણી ફેરવનાર ગુનેગારોનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.જોકે હવે આ ઉમેદવારોનો પરિવાર અને તેમના ભવિષ્યનુ શું થશે તેની ચિંતા ભગવાન ભરોસે છે.કારણ કે,હાલની પરિસ્થિતએ પેપર લીક કાંડમાં કેટલા સંડોવાયેલા છે તે દિશામાં સરકારનુ ધ્યાન સ્થિર છે,જે સ્પષ્ટ છે.પણ જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે લાંબા સમયથી તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોની હાલ શું પરિસ્થિતિ છે તેની ચિંતા કોણ કરશે તે એક મોટો સવાલ છે.

જુનિયર ક્લાર્કની પરિક્ષાનુ પેપર લીક કોણે કર્યું અને કંઇ રીતે થયું તે અત્યાર સુધી રાજ્યની ATSની તપાસમાં કેટલી હદે સ્પષ્ટ થયું છે.પરંતુ હજીએ કેટલાક સવાલ અકબંધ છે,જેમના જવાબ ક્યારે મળશે તે કોઇ જાણતુ નથી.જોકે ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલા કામગીરી હાલ સરકારના ચોપડે મોખરે છે.કારણ કે,પેપર લીક કરનાર અને તેમાં સંડોવાયેલા મોટા ભાગના અપરાધીઓ આજે પોલીસ રિમાન્ડ છે.

ત્યારે આ ગુનામાં બુધવારે ગુજરાત ATS એ વધુ એક ગુનેગાર સરોજ માલુ (રહે. ઓડીસા) ને દબોચી લઇ વડોદરા કોર્ટમાં રજુ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.સરોજ માલુ મુળ ઓડીસાનો રહેવાસી છે અને ઓડીસાની યુ.જી.એચ.એસ સરકારી હાઇલ સ્કુલનો શિક્ષક છે.ગુજરાતના જુનિયર કલાર્કની પરિક્ષાના પેપર લીક કાંડ પહેલા તેણે ઓડીસા પોલીસ કોન્સ્ટેબલની ભરતી પણ પથારી ફેરવી નાખી હોવાનુ એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે.

સરોજ માલુએ ગુજરાત જુનિયર ક્લાર્કની પરિક્ષાના કેન્ડીડેટ શોધી લાવવા માટે પ્રદિપકુમાર નાયકનો મુરારી પાસવાન સાથે સંપર્ક કરાવ્યો હતો.તથા ઓડીસા પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં ભાગ લેનાર 18 જેટલા ઉમેદવારોના ફોર્મ રજીસ્ટ્રેશન વોટ્સઅ પર મુરારી પાસવાનને મોકલી હોવાની વિગતો પણ તપાસ દરમિયાન સપાટી પર આવી છે,અને આ ઉમેદવારોને પાસ કરાવવા માટે ઉમેદવાર દીઠ રૂ.6 લાખનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.તદ્દઉપરાંત ઉમેદવારોને પાસ કરાવવા માટે કેટલાક પ્રશ્નો સોલ્વ કરી પ્રદિપ નાયકને જવાબો મોકલી આપ્યાં હોવાની વિગત પણ સામે આવી છે.આમ સરોજ માલુ અને પ્રદિપ નાયર લાંબા સમયથી એક બીજાના સંપર્કમાં હોવાનુ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »