ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા નાના મજૂર નું કિસ્મત રાતોરાત થયો કરોડપતિ,ખાતા માં જમા થયા અધધ રૂપિયા, જૂઓ કેવી રીતે…
કહેવાય છે ને કે કિસ્મત ને કોઈ વશ માં કરી શકતા નથી. કિસ્મતો ક્યારે ચમકી જાય તે કોઈ કહી શકતું નથી. ઘણિવાર જો નસીબમાં લખ્યું હોય તો માણસ રાતોરાત પણ અરબોપતિ બની જતો હોય છે અને જો નસીબમાં કરોડોની સંપતિ હોવા છતાં નસીબ માં ના લખી હોય તો તે થોડા જ સમય માં જતી પણ રહે છે.ક્યારે કોની કિસ્મત બદલાઈ જાય તે કોઈ કહી શકતું નથી ત્યારે આજે અમે તમારી સામે કઈક આવો જ કિસ્સો લઈને આવ્યા છીએ કે જેમાં માંજરી કરતા વ્યક્તિ કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ અને તે ઘડીકમાં કરોડપતિ બની ગયો હતો.
ઉત્તરપ્રદેશ ના એક દહાડી કરીને મજૂરી કામ કરતા મજદૂર ના ખાતામાં અચાનક કરોડો રૂપિયા આવી ગયા હતા.પરંતુ પછી કઈક થયું એવું કે જેની કલ્પન પણ ના કરી શકો.યુપી ના કન્નોજ જિલ્લાના 45 વર્ષ ના દહાડી મજૂરી કામ કરી ને પોતાનું જીવન ગુજારતા વ્યક્તિ બિહારી લાલ એ પોતાની ગામના એક જનસેવા કેન્દ્ર માં રૂપિયા કાઢવા ગયાં હતાં.અને ત્યાર બાદ તેમના ફોનમાં એક મેસેજ આવ્યો જેમાં તેમના ખાતામાં રૂપિયા થઇ ગયા હતા અને એ પણ જેવા તેવા નહિ પરંતુ 2700 કરોડ રૂપિયાની ધનરાશિ નું બેલેન્સ જોવા મળ્યું હતું.
આ અંગે તો પહેલા બિહારીલાલ ને વિશ્વાસ આવ્યો નહિ,કેમ કરીને આવે કારણ કે કોઈ પણ મજૂરી કામ કરીને બે સમયનું ભોજન કરતા વ્યક્તિના ખાતામા આટલી મોટી રકમ આવી જાય તો સ્વભાવક વાત છે કે કોઈ પણ વ્યક્તિના હોશ ઉડી જાય અને અહીં મજદૂર બિહારી લાલા સાથે પણ આવું જ થયું તેઓ પન અચંબા માં આવી ગયા.અને વિશ્વાસ ના આવ્યો આથી તે બેન્ક ના અધિકારી પાસે ગયા અને તેઓએ ખાતાની તપાસ કરી તો તેમના ખાતામાં 2700 કરોડ રૂપિયાની જમા રકમ જોવા મળી હતી.
મીડિયા સાથે વાતચીત કરતા બિહારી લાલ એ જણાવ્યું કે આટલી મોટી રકમ ખાતા માં જમા થવાથી મેં ફરીવાર એકાઉન્ટ ચેક કરવા માટે કહ્યું અને આમ ત્રણ વાર એકાઉન્ટ ચેક કરાવ્યું.અને આમ છતાં જ્યારે તેને વિશ્વાસ ના આવ્યો તો તેને બેન્ક સ્ટેટમેન્ટ કઢાવ્યું જેમાં જોયું કે ખાતા માં 2700 કરોડ રૂપીયા છે.આ માહિતી મળતા જ તે ની ખુશીનો પાર ના રહ્યો અને તેઓ બહુ જ ખુશ થઇ ગયા પરંતુ આ ખુશી થોડા સમય માટે જ હતી.કેમ કે જ્યારે તે ફરી એકવાર પોતાના ખાતાની તપાસ કરાવવા માટે બેન્ક ની શાખામાં ગયો તો તેને બહુ જ મોટો ઝટકો લાગ્યો.
કેમકે તેને જાણવા મળ્યું કે તેના ખાતામાં માત્ર 126 રૂપિયા જ જોવા મળ્યા હતા.બેન્ક ના મુખ્ય જિલ્લા પ્રબંધક અભિષેક સિંહા એ સંવાદકર્તા ને જણાવ્યું કે આ સ્પષ્ટ રૂપ થી બેન્કિંગ ની ભૂલ છે.હાલમાં તો બિહારી લાલા નું બેન્ક એકાઉન્ટ સંપૂર્ણ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે.આ ઘટના બેન્ક ના વરિષ્ટ અધિકારીઓના ધ્યાન માં પણ લેવામાં આવી છે.જાણવામાં આવી રહ્યું છે કે બિહારી લાલ રાજસ્થાન ના એક ઈટ ની ભઠ્ઠી માં મજૂરી કરે છે અને પ્રતિદિવસ 600 થી 800 રૂપિયા કમાઈ છે.પરંતુ વરસાદ માં ઇટનો ભઠ્ઠી બંધ હોવાના કારણે તે એટલી કમાણી પણ નથી કરી શકતા.