ગીરનાં તાલાલા પંથકના ખેડૂત ની ભેંસનાં એક લીટર દૂધ ની કિંમત છે 131 રૂપિયા,જાણો કેવી રીતે રાખી તેણે કાળજી તો મળ્યાં આટલાં રૂપિયા…
ગુજરાતની અંદર ઘણા લોકો પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે અને ગાય તેમજ ભેંસો જેવા દુધાળા પશુઓ રાખીને સારી એવી કમાણી પણ કરતા હોય છે.ત્યારે ગાય ભેંસોનું દૂધ પણ તેના ફેટ પર નિર્ભર હોય છે.
જેટલો ફેટ વધારે આવે એટલી પશુપાલકને દૂધની કિંમત વધારે મળતી હોય છે.ત્યારે હાલ એક ખેડૂતની કહાની સામે આવી છે.જેના એક લીટર દૂધની કિંમત 130 રૂપિયા મળી હતી.
આ ખેડૂત છે તલાલા તાલુકામાં આવેલા ઉમરેથી ગામનો,જેમની ભેંસના દૂધનો ખુબ જ સારો ફેટ આવે છે.આ ભેંસના દૂધનો ફેટ સરેરાશ 14ની આસપાસ આવે છે જેના કારણે એક લીટર દૂધ ઓછામાં ઓછું 100 રૂપિયા પ્રતિ લીટર મંડળીમાં વેચાઈ રહ્યું છે.ગત 5 જાન્યુઆરીના રોજ આ ભેંસના દૂધનો ફેટ 17.5 આવ્યો હતો.જેના કારણે તેમને એક લીટર દૂધની કિંમત 131 રૂપિયા મળી હતી.
આ ખેડૂતે જણાવ્યું કે તે છેલ્લા 19 વર્ષથી ભેંસને દિવસમાં બે વાર સૂકો જુવાર અને બે વખત મગફળીનો પાલો ખવડાવે છે.આ ઉપરાંત તેઓ ભેંસને પ્રોટીન પાવડર પણ ખાણ સાથે આપે છે.આ ખેડૂતનું નામ હિતેષભાઇ બાકુ છે.જે હાલ તેમની ભેંસના દૂધના ફેટના કારણે ખુબ જ ચર્ચામાં આવ્યા છે.
આ બાબતે ખેડૂત હિતેષભાઇએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની ભેંસની ઉંમર 19 વર્ષ છે અને તે 6 વેતર વીહાની છે.આ ભેંસ દેશી પ્રજાતિની છે અને તેને દોવામાં કે તેની કાળજી લેવામાં પણ કોઇ મુશ્કેલી પડતી નથી.
તેમને એમ પણ જણાવ્યું કે આ ભેંસ 4 લીટરની આસપાસ દૂધ આપે છે.જેમાંથી બે લીટર ઘરમાં ખાવા માટે રાખે છે અને 2 લીટર મંડળીમાં ભરી દે છે.રોજ આ રીતે બે ટાઇમના જ તેમને 400 રૂપિયા મળી રહ્યા છે.