મહિલાએ આપ્યો એવાં ભુરીયા બાળકને જન્મ કે ડોક્ટર,નર્સ અને પરિવારનાં સભ્યો પણ લાગ્યાં વિચારવા…
એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક મહિલાએ અનોખા બાળકનો જન્મ થયો છે.બાળક પૂરી રીતે ભૂરો છે.તેના વાળ પણ સફેદ છે.બાળકને જોઈને તમામને આશ્ચર્ય થાય છે.હોસ્પિટલમાં ડોક્ટર્સ તથા નર્સ સ્ટાફ પણ બાળકને જોઈને નવાઈમાં મૂકાઈ ગયા હતા.એમ લાગતું હતું કે બાળક યુરોપીયન છે.હોસ્પિટલમાં ભૂરું બાળક જન્મવાનો આ પહેલો પ્રસંગ છે.
બિહારના ભાગલપુરના જવાહરલાલ નેહરુ હોસ્પિટલનો આ બનાવ છે.મુંગેરી એક દંપતી મોડી રાત્રે હોસ્પિટલમાં ગાયકવાડથી આવ્યું હતું.મહિલાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.તેના શરીરમાં માત્ર 6 ગ્રામ હિમોગ્લોબિન હતું.આ જ કારણે તેની સર્જરી કરીને રાત્રે 12 વાગે બાળકનો જન્મ કરાવ્યો હતો.નવજાતને જોઈ પરિવાર ઘણો જ ખુશ હતો.બાળકનો રંગ એકદમ સ્નો વ્હાઇટ હતો.એમ લાગતું હતું કે બાળક યુરોપીયન છે.હોસ્પિટલમાં ભૂરું બાળક જન્મવાનો આ પહેલો પ્રસંગ છે.
ખરી રીતે કોઈના શરીરનો રંગ તેના પિગમેન્ટ પર આધાર રાખે છે.એલબિનોની ઊણપ હોવાને કારણ આમ થાય છે.તેને એક્રોમિયા,એક્રોમેસિયા અથવા એક્રોમેટોસિસ પણ કહેવાય છે.શરીરમાં મેલનિન હોય છે અને તે શરીરને શ્યામ,ઘઉવર્ણ કે વ્હાઇટ બનાવે છે.
જોકે,તેને બનવા માટે એલબિનો એન્ઝાઇમની જરૂર હોય છે.જો તે ના હોય તો બાળક સફેદ પડી જાય છે.આને વિકાર માનવામાં આવે છે.આવી વ્યક્તિ તડકામાં વધુ વાર ઊભી રહી શકતી નથી.આવા બાળકોને કેન્સર થવાનું જોખમ વધારે છે.આપણા દેશમાં લાખોમાં એક કેસ આવો હોય છે.
અન્ય બાળકો કરતાં પોતે ભૂરા રંગનો હોવાથી ઘણીવાર જાહેરમાં તેની મજાક ઉડાડવામાં આવે છે અને તેથી બાળક સ્ટ્રેસમાં રહે છે.મેલનિનની ઊણપને કારણે દુનિયાના ઘણાં બાળકો પીડિત છે.