આખા ભારતમાં સૂતેલા હનુમાનજીની મૂર્તિઓ ફક્ત બે જગ્યાએ જ છે.દર્શન માત્ર થી થાય છે કામ,ચડે છે બોર અને સુખડીનો પ્રસાદ,જાણો ક્યાં આવેલું છે મંદીર…
આપણા ગુજરાતમાં એવા એવા ચમત્કારિક મંદિરો આવેલા છે કે જ્યાં આજે પણ ચમત્કાર થાય છે,જ્યાં આજે આજે પણ લોકોની મનની મુરાદો પુરી થાય છે,આજે અમે તમને હનુમાન દાદાના એક એવા જ મંદિર વિષે જણાવીશું કે જેનો મહિમા ખુબજ અપરંપાર છે.
મોડાસાના સાકરીયામાં આવેલું છે સાકરીયા હનુમાન દાદાનું મંદિર કે જ્યાં દાદા સુતેલી અવસ્થામાં બિરાજમાન છે.આખા દેશમાં આવા બે જ મંદિરો આવેલા છે.એક અલ્હાબાદમાં છે અને બીજું મોડાસાના સાકરીયામાં છે.
મૂર્તિ પાસે બેસી પ્રાર્થના કરવાથી સર્વે મનોકામનાઓ પૂરી થાય છે.મૂર્તિનું સ્વરૂપ જીવિત લાગે છે.આ સ્થળે હનુમાન જયંતીએ ગામવાળાઓ મારુતિ યજ્ઞનું સુંદર આયોજન કરે છે.ગામના યુવાનો યજ્ઞ દરમિયાન ખૂબ સારી રીતે વ્યવસ્થા કરે છે.હજારો માણસો આ દિવસે દર્શનાર્થે આવે છે અને ભોજનનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવે છે.કાળીચૌદસના દિવસે પણ મેળા જેવું વાતાવરણ સર્જાય છે અને દર શનિવારે દૂર દૂરથી માણસો દાદાના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.આ ચમત્કારિક મૂર્તિ પાસે બેસી તમે જે પણ શુભ ભાવનાઓ રજૂ કરશો તેનો પરચો થોડા દિવસોમાં જ મળી જાય છે.તમારું કાર્ય થઇ જાય છે.એક વખત આ મૂર્તિનાં દર્શન કરવાથી ત્યાં વારંવાર જવાની ભાવના થાય છે.
અહીં દાદા વર્ષોથી સુતેલી અવસ્થામાં છે.અહીં દર્શન માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થઇ જાય છે.માટે લોકો અહીં દુર દૂરથી પોતાની માનતા માનવા માટે આવે છે.અહીં ઉતરાયણના દિવસે સાકરીયા હનુમાન દાદાને
તલની સુખડી અને બોર જેવો નિવેધ ચઢાવવાની પરંપરા છે. અહીં બોર ચઢાવવાથી દરેકની મનોકામના પુરી થાય છે.માટે લોકો ઉતરાયણના દિવસે તો હાઈ ખાસ બોર અને તલની સુખડી ચઢાવવા માટે આવે છે.અહીં હજારો લોકોને સાકરીયા હનુમાન દાદાના પરચા થયા છે.
આ મંદિર સાથે ભકતોની અનોખી શ્રદ્ધા જોડાયેલી છે.દાદા અહીં આરામની મુદ્રામાં છે.આજ સુધી આરામની મુદ્રામાં કોઈ હનુમાન મંદિર આવેલું નથી.અહીં હનુમાન દાદા સાક્ષાત આરામ કરતા હોય તેવું માનવામાં આવે છે.માટે જ અહીં માંગનારની દરેક મનોકામનાઓ પુરી થઇ જાય છે.સાકરીયા હનુમાન દાદાના પરચા મોડાસાની આજુ બાજુ ના વિસ્તારમાં ફેલાયેલા છે.