આ ભારતીય ક્રિકેટરે પોતાના સાથી ખેલાડીની પત્નીને કરી પ્રેગ્નન્ટ,વિવાદ થતાં કર્યાં લગ્ન…
ભારતના અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને મુરલી વિજય વચ્ચેનો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી.મુરલી વિજયે દિનેશ કાર્તિકને છેતરીને તેની પ્રથમ પત્ની નિકિતા વણજારા સાથે લગ્ન કર્યા હતા.આવો તમને આ સમગ્ર વિવાદ વિશે જણાવીએ.
વર્ષ 2007માં કાર્તિક (દિનેશ કાર્તિકે) તેની બાળપણની મિત્ર નિકિતા (નિકિતા વણજારા) સાથે લગ્ન કર્યા.પરંતુ વર્ષ 2012માં દિનેશ કાર્તિકની પત્ની ક્રિકેટર મુરલી વિજયને મળી હતી.આ પછી મુરલી વિજય અને નિકિતા એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમનું અફેર શરૂ થયું.
નિકિતા વણજારા અને મુરલી વિજય બંને એકબીજાને મળવા લાગ્યા અને સમય પસાર કરવા લાગ્યા.જ્યારે દિનેશ કાર્તિકને આ વાતની જાણ થઈ તો તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા.
જ્યારે દિનેશ કાર્તિકે નિકિતાને છૂટાછેડા આપ્યા ત્યારે તે ગર્ભવતી હતી.છૂટાછેડા પછી નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કર્યા.એવું કહેવાય છે કે કાર્તિકે ક્યારેય પોતાના પુત્ર પર પોતાનો અધિકાર જમાવવાનો પ્રયાસ કર્યો નથી.ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ બાળક મુરલી વિજયનું છે.
2013માં નિકિતા વણજારા અને મુરલી વિજયના મોટા પુત્રનો જન્મ થયો હતો.આ પછી,બંને 2014 અને 2017 માં ફરીથી માતાપિતા બન્યા.
દિનેશ કાર્તિકે વર્ષ 2015માં સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા.કાર્તિક હિંદુ છે અને દીપિકા ક્રિશ્ચિયન છે એટલે બંનેના લગ્ન બંને રીતિ-રિવાજ પ્રમાણે થયા.