ગુજરાતની આ એક એવી જગ્યા કે જ્યાં પાણીની બોટલ ચઢાવવાથી મનના ધારેલા કામ પુરા થાય છે, જાણો તેની પાછળ છે રહસ્ય….
આપણું ગુજરાત બધેજ રહસ્યો અને ઇતિહાસથી ભરેલું છે. અહીં એવી એવી જગ્યાઓ આવેલી છે કે જેના રહસ્યો જાણીને બધા અમ્બિત થઇ જશો.આજે અમે તમને એક એવી જ જગ્યા વિષે જણાવીશું કે જ્યાં પાણીની બોટલ ચઢાવવાથી જીવનની બધી જ તકલીફો દૂર થાય છે.
આં અનોખી અને ચમત્કારિક જગ્યા ચાણસ્માથી મોઢેરા જવાના રસ્તે મણિપુર ગામની પહેલા.રોડની બાજુમાં જ પાણીની બોટલો નો મોટો ઢગલો જવા મળે છે.એકવાર તો ગમે તે આં ઢગલાને જોઈને અચંબિત થઇ જાય,
અહીં આટલી બધી બોટલો કોણ મૂકી ગયું હશે પણ આં જગ્યા પાછળ એક અનોખું રહસ્ય છે જેને જાણીને તમે પણ એક્વાર તો અચંબિત થઇ જશો. ૨૦૧૩ માં અહીંથી એક જાન પસાર થઇ રહી હતી અને એ સમયે અહીં ખુબજ ગંભીર અકસ્માત થયો હતો.
તે અકસ્માતમાં ૬ લોકોના મૃત્યુ થયા હતા.જેમાં બે બાળકો હતા મેં મહિનો હોવાથી બાળકોને તસર લાગી હતી અને પાણી પાણીની પોકાર કરતા તે મૃત્યુ પામ્યા હતા.થોડા દિવસ પછી તેમના પરિવારના લોકોએ અહીં પાણીની બોલતો ચઢાવીને પૂજા કરી હતી.
ત્યાર પછી અહીં લોકો પાણીની બોટલ ચઢાવવા લાગ્યા. લોકોનું માનવું છે કે અહીં પાણીની બોટલ ચઢાવવાથી ધાર્યું કામ થઇ જાય છે.અહીં લોકો દૂર દૂરથી માનતા માનવ માટે આવે છે અહીં દરેક લોકોની માનતા પુરી થઇ જાય છે.
માનતા પુરી થતા જ લોકો દૂર દૂરથી અહીં પાણીની બોટલો ચઢાવવા માટે આવે છે. અહીં પાણીની બોટલો નો ઢગલો જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે કેટલા લોકોની માનતા અહીં પુરી થઇ હશે.