પોતાનાં સૂરો થી ઈન્ડિયન આઈડલ નું સ્ટેજ ડોલાવનાર સૂરીલા ગાયક સવાઈ ભટ્ટ ની આવી છે હાલત,જોઈને ચાહકોને પણ લાગશે આંશકો…
રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ અત્યાર સુધીમાં ઘણા એવા ગાયકીની કલા ધરાવતા કલાકારોને મંચ આપી ચૂક્યું છે,ઘણા બધા એવા કન્ટેસ્ટન્ટ આ શોમાં આવી ચુક્યા છે જેને શોના માધ્યમથી ઘણી બધી પ્રસિદ્ધિ હાંસક કરી લીધી છે.તમે સલમાન અલી વિશે તો જાણતા જ હશો.સલમાન અલીએ ઇન્ડિયન આઇડલમાં પોતાના જલવો બતાવીને હાલ ખુબ પ્રસિદ્ધિ પામ્યો છે.એવામાં આજે અમે એક એવા જ કલાકાર વિશે જણાવાના છીએ જેણે ઇન્ડિયન આઇડલ 12માં પોતાની ગાયકીથી તહેલકો મચાવ્યો હતો.
આ ગાયકક બીજું કોઈ નહીં પરંતુ સવાઈ ભટ્ટ છે જે રાસ્થાનના નાના એવા ગામના વતની છે.સવાઈની આર્થિક પરિસ્થિતિ એટલી નાજુક હતી કે તેઓ કઠપુઠળીનો ખેલ બતાવતા અને પૈસા કમાતા,એટલું જ નહીં તેઓની પાસે રહેવા માટેનું એક મકાન પણ ન હતું.પરંતુ કહેવાય છે ને મિત્રો કે જો સાચી નિષ્ઠાએ અને લગન દઈને કોઈ ધ્યેય પાછળ જાઈએ તો તે ધ્યેય આપણને ચોક્કસ પણે પ્રાપ્ત થઇ જતો હોય છે.ખુબ ગરીબ પરિસ્થિતિને સહન કરી આવેલ સવાઈએ પોતાની ગાયકીનો લોહો ઇન્ડિયન આઇડલ સીઝન 12માં બંધાવ્યો હતો.
આટલી શાનદાર ગાવાની કળા બતાવ્યા હોવા છતાં સવાઈને શોમાંથી એલિમિનેટ કરી દેવામાં આવ્યો હતો જેના લીધે જ ઇન્ડિયન આઇડલ ભારે વિવાદોમાં ઘેરાયું હતું અને અનેક લોકોએ પણ શોનો વિરોધ કર્યો હતો.અમુક લોકોએ તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ શોમાં વિવાદ તથા પક્ષપાત કરવામાં આવ્યો છે,પરંતુ હકીકત શું છે તે તો ફક્ત આ શોના મેકર્સ જ બતાવે છે.તે સમયે ખુબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ સવાઈ ભટ્ટ હાલ આવી પ્રતિસ્થિતિમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે.
સવાઈ ભટ્ટ ઇન્ડિયન આઇડલમાં આવ્યા બાદ તેમના જીવનમાં ઘણો સુધારો થયો હતો,સવાઈ શો કરવા લાગ્યો જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતો જે લોકોને પણ ખુબ પસંદ આવતા.સિંગર અને ગીત કંપોઝર એવા હિમેશ રેશમિયાએ સવાઈને પોતાના આલ્બમનું એક ગીત ઓફર કર્યું છે જેનું નામ ‘દે દે દિલ’ છે.એક સમયે કઠપૂતળીનો શો કરાવતો સવાઈ હાલ જીવન જીવી રહ્યો છે તે તેના માટે એક સપનાનું જીવન જીવી રહ્યો છે.
સવાઈ ભટ્ટે પોતાના એક ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે તે કોઈ પ્રોફેશનલ ગાયક ન હતા તેને જેટલી ગાયકી આવડતી તે તમામ તેમના પિતા પાસેથી શિકેહણી હતી.તેઓ જોધપુર,જૈસલમેર,જયપુર જેવા અનેક ગામોમાં કઠપૂતળીના શો કરતા હતા.સવાઈ ભટ્ટ જણાવે છે કે તે સમયે તેના એક અંકલ પાસે સ્માર્ટફોન હતો જેમાંથી સવાઈ વિડીયો જોઈને સિંગિંગ શીખતો.સવાઈ જણાવે છે કે તેણે ગામમાં રાત્રે જાગરણમાં પણ પોતાનું પ્રદર્શન કરેલું છે જેના 20-30 રૂપિયા જ મળતા હતા.
સવાઈ ભટ્ટે જણાવ્યું કે ઇન્ડિયન આઇડલ શો વિશે તેને કોઈ અંકલે જણાવ્યું હતું અને ઓડિશનની પ્રક્રિયા અંગે પણ વાત કરી હતી,જે બાદ તેઓએ સવાઈનો વિડીયો બનાવીને ઓડિશન માટે મોકલી દીધો હતો આવી રીતે જ સવાઈને ઇન્ડિયન આઇડલ મંચ પર પોતાની ગાયકી બતાવાનું એક સારું પ્લેટફોમ પ્રાપ્ત થયું હતું.