ગુજરાત નો આ યુવાન જે પોતાની દાઢી અને મુંછનાં કારણે થયો આખા દેશમાં ફેમસ, કરે છે આવું નાનુ…
આજના સમયમાં યુવાનોમાં બિયર્ડ રાખવાનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.પહેલા ઘણા લોકો દાઢી મૂંછો રાખતા હતા અને વટથી ફરતા હતા.દાઢી મૂંછ વાળા લોકોને જોઈને લોકો પણ તેમને આવકારતા હતા,ત્યાર બાદ ક્લીન સેવનો જમાનો આવ્યો અને હવે પાછા લોકો બિયર્ડ તરફ વળ્યાં છે.
ત્યારે હાલ ગુજરાતનો એક બિયર્ડ મેન સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે,તેની દાઢી અને મૂંછના કારણે આ યુવાને આખા દેશમાં આગવું નામ બનાવ્યું છે.આ ઉપરાંત આ યુવાને પોતાની શાનદાર બિયર્ડના કારણે ઘણા બધા એવોર્ડ પણ મેળવ્યા છે.યુવાનનું નામ ભાવેશ ભરવાડ છે અને તે જૂનાગઢમાં ચાની લારી ચલાવે છે.
જૂનાગઢના ભેસાણમાં તમે માલધારી નામની ચાની દુકાન પર જશો તો ચા બનાવી રહેલા ભાવેશ ભરવાડને જોઈને તમારી આંખો પણ તેની બિયર્ડ અને મૂછો પર થંભી જશે.આ બિયર્ડના કારણે જ ભાવેશ ભરવાડને ગોવા,રાજસ્થાન,મુંબઈ અને દિલ્હી જેવા ઘણા બધા રાજ્યોમાં આગવી ઓળખ પણ મળી છે અને ઘણી સ્પર્ધાઓ પણ જીતી છે.
ભાવેશે બે અઢી વર્ષથી દાઢી મૂંછ વધારવાનું શરૂ કર્યું હતું.આજે તેની દાઢી 18 ઇંચની છે અને મૂંછોની લંબાઈ 8 ઇંચ છે.આ દાઢી અને મૂંછના કારણે ભાવેશને બે વાર નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યા છે.જેમાં રાજસ્થાન અને બિકાનેરમાં 50થી વધુ સ્પર્ધકો વચ્ચે બિયર્ડ કોમ્પિટિશનમાં આંકડાવાળી મૂછોમાં પ્રથમ નંબર મલવ્યો હતો.બીજીવાર તેને અમદાવાદમાં લાંબી મૂંછોમાં નેશનલમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
ભાવેશ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ સક્રિય રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પણ તે પોતાની બિયર્ડ સાથે ઘણી બધી તસવીરો પણ શેર કરતો રહે છે.જેમાં પણ લોકો તેની બિયર્ડને જોઈને હેરાન રહી જતા હોય છે.ભાવેશ ભરવાડને અલગ અલગ રાજ્યોનાં શહેરોમાં મોડેલિંગ,શો રૂમ કે કંપનીઓના ઓપનિંગ માટે પણ લોકો બોલાવતા હોય છે.ત્યારે આજે ભાવેશને ટીની બિયર્ડના કારણે જ મોટી ઓળખ મળી છે.