માં ની આખરી ઈચ્છા પૂરી કરવા દિકરી એ આઇસીયુ રુમ માં કર્યાં લગ્ન, લગ્ન નાં બે કલાક પછી થયું એવું કે….
તમે આવી ઘણી ફિલ્મો જોઈ હશે જેમાં હીરો કે હિરોઈન પોતાના માતા-પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે હોસ્પિટલમાં લગ્ન કરી લે છે.પરંતુ વાસ્તવમાં બિહારના ગયાથી આવી ઘટના સામે આવી છે.અહીં એક દીકરીએ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ICU વોર્ડમાં લગ્ન કર્યા.પુત્રીના લગ્નના થોડા કલાકો બાદ જ હોસ્પિટલમાં જ મહિલાનું મોત નીપજ્યું હતું.
જણાવી દઈએ કે ગુરુરુ બ્લોકના બાલી ગામના રહેવાસી લલન કુમારની પત્ની પૂનમ કુમારી વર્મા વર્ષોથી હૃદયની બીમારીથી પીડિત હતી.જ્યારે તેમની તબિયત લથડતી ત્યારે તેમને આશા સિંહ મોડ મેજિસ્ટ્રેટ કોલોની પાસે આવેલી અર્શ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ જણાવ્યું કે દર્દીની હાલત નાજુક છે અને તેનું ગમે ત્યારે મોત થઈ શકે છે.આ સમાચારથી તેમનો પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો.
જ્યારે પૂનમને આ વાતની જાણ થઈ તો તેણે પરિવારના સભ્યો સમક્ષ પોતાની અંતિમ ઈચ્છા રાખી.તેમની ઈચ્છા હતી કે તેમની પુત્રી ચાંદનીના લગ્ન તેમની સામે થાય.જણાવી દઈએ કે તેમની દીકરીની સગાઈ 26 ડિસેમ્બરે ગુરુઆ બ્લોકના સલેમપુર ગામના રહેવાસી સુમિત ગૌરવ સાથે થવાની હતી. પરંતુ પૂનમની વાત સાંભળીને તેના પરિવારજનોએ સગાઈના એક દિવસ પહેલા જ હોસ્પિટલમાં ચાંદની અને સુમિતના લગ્ન કરાવ્યા.
પૂનમની સલાહ બાદ પરિવારજનોએ ચાંદનીના લગ્ન આઈસીયુ વોર્ડમાં કરાવવા પડ્યા હતા.આ લગ્નમાં ચાંદનીના પરિવારના સભ્યો અને હોસ્પિટલ સ્ટાફ પણ હાજર હતો.આ ભાવુક પળમાં સૌની આંખો ભીની હતી.લગ્ન થયા અને એ પછી બધાને જે ડર હતો એ જ થયું.પુત્રીના લગ્ન થયાના થોડા સમય બાદ મહિલાનું મૃત્યુ થયું હતું.ચાંદનીએ જણાવ્યું કે તેની માતા પૂનમ વર્મા મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ANM તરીકે કામ કરતી હતી.તે કોરોનાના સમયથી સતત બીમાર હતી. તેમને હૃદયની બીમારી હતી.