અંતરિયાળ ગામોમાં પોહચવા માટે યુવાને પોતાની મહેનતથી બનાવી બાઈક એમ્બ્યુલન્સ,દર્દી ની સેવા માટે આપે છે મફત સર્વીસ,લોકો કરે છે વખાણ…
ગુજરાતમાં આજે પણ એવા ગામ છે જ્યાં એમ્બ્યુલન્સ સમય સર પોચી શકતી ન હોવાની ફરિયાદો વારંવાર સામે આવતી હોય છે.ત્યારે તેવા ગામો માટે એક બાઈક એમ્બ્યુલન્સ મદદરૂપ થઈ શકે છે.જે એમ્બ્યુલન્સની શરૂવાત મહારાષ્ટ્ર માંથી કરવામાં આવી છે.
જે શોધ ગુજરાતના આદિવાસી વિસ્તાર માટે મદદરૂપ થઇ શકે છે.જે જગ્યાએ એમ્બ્યુલન્સ નહિ પોચી શકતી તેવા ગામોમાં આ બાઈક એમ્બ્યુલન્સ પોચી શકે છે.જેના કારણે અનેક દર્દીઓને પોતાના ઘરેથી હોસ્પિટલ સુધી યોગ્ય સારવાર મળી રહે છે.
ઇમર્જન્સી સુવિધા પણ આ બાઈકમાં મળી શકે તે પ્રકારની પણ સુવિધા કરવામાં આવી છે.જે બાઈકમાં દર્દીને ઓક્સિજન પણ આપી શકાય છે જે બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરતા પહેલા નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
જેના કારણે ઇમર્જન્સી સુવિધા જે છેવાડાના ગામ સુધી પોચી શકતી ન હતી તે ગામમાં હવે છેવાડાના માનવીને સારી સુવિધા મળશે અને તેમને પણ તાત્કાલિક સારવાર મળી રહેશે.અત્યારના સમયમાં દિવસે દિવસે ઇમર્જન્સી એમ્બ્યુલન્સની સુવિધાની ખુબજ જરૂર પડતી હોય છે જેના કારણે અનેક લોકોના જીવ બચી જતા હોય છે.
ત્યારે આ બાઈક એમ્બ્યુલન્સથી પણ હવે અનેક જરૂરિયાત લોકો ના જીવ બચાવી શકાશે જે બાઈક એમ્બ્યુલન્સ આજે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે કારણ કે તે બાઈક એમ્બ્યુલન્સમાં દર્દીને જોઈતી તમામ સારવાર બાઈક એમ્બ્યુલન્સમાં જ આપવામાં આવશે અને દર્દીની મુસીબત દૂર કરવા તે ખુબજ ઉપયોગી નીવડશે.