કળિયુગી પૂત્ર ને સબક શીખવાડવા પિતાએ કર્યુ એવું કે,SDM ને સાથે રાખી દિકરા અને વહુએ ધોયાં પિતા નાં પગ….
જબલપુરની SDM કોર્ટમાં એક ભાવુક કરનારો કિસ્સો સામે આવ્યો છે.અહીં 76 વર્ષીય ભૂરેલાલ ચૌહાણે પોતાના દીકરા અને વહુનો પ્રોપર્ટીમાંથી ભાગ કાઢી નાખવાની SDMને અરજી કરી હતી.ભૂરેલાલ દીકરા અને વહુના વ્યવહારથી હેરાન રહતાં.SDM આશીષ પાંડેએ તેમની પીડા સાંભળી દીકરા અને વહુને કોર્ટમાં બોલાવી હતી.આ પછી પરિવાર સાથે બેસાડીને સમજાવ્યા હતાં.બંને પક્ષને સાચા-ખોટાનો અહેસાસ કરાવ્યો તો તેમને પશ્ચાતાપના આંસુ સરી પડ્યા અને પિતા પ્રત્યેની નારાજગી દૂર થઈ હતી.પછી કોર્ટમાં જ દીકરા-વહુએ પિતાના પગ ધોયા અને માફી માંગી હતી.પિતાએ પણ મોટું મન રાખી બંનેને ક્ષમા કરી દીઘા હતાં.આ પછી ત્રણેય એક સાથે હસી ખુશીથી ઘરે જવાના રવાના થયા હતાં.
મઝૌલીના રહેવાસી ભૂરેલાલ ચૌહાણની ફરિયાદ હતી કે,તેમનો દીકરો નારયણ અને વહુ લક્ષ્મી ઘડપણમાં તેમની સેવા અને સારસંભાળ રાખતાં નથી.તે પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે.પોતાના જ પરિવારમાં તે અલગ પડી ગયા છે.જેને લીધે તે પોતાના દીકરા-વહુનો સંપત્તિમાંથી ભાગ કાઢી નાખવા માગે છે.ભૂરેલાલની ફરિયાદ પર જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણે કેસ તૈયાર કરી SDM કોર્ટમાં રજૂ કર્યો હતો.
સુનાવણી દરમિયાન વૃદ્ધની પીડા સાંભળ્યા પછી SDM આશીષ પાંડે નારાયણ અને લક્ષ્મીને પણ બોલાવ્યા હતાં.રાજા દશરથના પ્રેમ અને તેમના દીકરા ભગવાન રામના ત્યાગની કહાની સંભળાવી હતી.પિતા-પુત્રના ભાવુક સંબંધોનું મહત્ત્વ સમજાવ્યું.દીકરાને અહેસાસ કરાવ્યો કે,તેમના વૃદ્ધ પિતાએ બાળપણમાં પોતાના હાથની આંગળી પકડીને ચાલતાં શીખવાડ્યું હશે.તેમની નાની-નાની ખુશીઓ માટે પોતાની જરૂરિયાતને કુર્બાન કરી હશે.આજે તે પિતાને દીકરાની મદદની જરૂર છે,ત્યારે તે ભાગી રહ્યો છે.
SDMએ ભૂરેલાલની વહુ લક્ષ્મીને કહ્યું કે,તે ખૂબ જ નસીબદાર છે કે,તેમને જિંદગીમાં બે પિતા મળ્યા છે.જન્મદાતા પછી સાસરીમાં ધર્મપિતા મળ્યા છે.તો ભૂરેલાલને પિતાનું મોટું દિલ બતાવવા માટે બાળકોની ભૂલ માફ કરવા માટે સમજાવ્યા હતાં.પછી તે કોર્ટ રૂમમાં ભાવનાઓનો ઉમટી પડી હતી.વૃદ્ધા સાથે દીકરા-વહુની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતાં.SDMએ પાત્રમાં જળ મંગાવ્યું હતું.
દીકરા-વહુએ કોર્ટરૂમમાં જ વૃદ્ધ પિતાના રડતાં-રડતાં પગ ધોયા હતાં.પછી સંબંધોમાં પહેલાં કરતાં પણ વધુ ગાઢ થઈ ગયા અને તે હસી-ખુશી સાથે કોર્ટરૂમમાંથી વિદા થયાં હતાં.આ દૃશ્ય જેને પણ જોયું તે ભાવુક થઈ ગયા હતાં.SDM આશીષ પાંડે આ પહેલાં 82 વર્ષના વૃદ્ધ મહિલાને ત્રણ દિવસમાં ન્યાય અપાવ્યો હતો.મહિલા દીકરાની ફરિયાદ લઈને પહોંચી હતી.દીકરાએ સ્કૂલમાં કબજો કરી લીધો હતો.
જો કે,આ સ્કૂલથી તેની આજીવિકા ચાલતી હતી.SDM દીકરાને સ્કૂલ ખાલી કરાવી તેને પહેલાં માળે રહેવા માટે રૂમ અપાવ્યો હતો.તો એક વૃદ્ધ મહિલાને તેમના દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા હતાં.તે ભીખ માંગવા માટે મજબૂર થઈ ગયાં હતાં.આ પછી દીકરીએ સહારો આપ્યો હતો.SDM આશિષે તેમના દીકરાને ખેતીની જમીન પર કબજો છોડવા અથવા દર મહિને 12 હજાર રૂપિયાનો ખરચો આપવાનો આદેશ આપી વૃદ્ધને મદદ કરી હતી.