યુક્રેનિયન મોડલ એનાસ્તાસિયાનો દાવો,તેના ગાલ વિશ્વમાં સૌથી મોટા છે,સર્જરી પહેલાની તસવીરો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
દરેક સ્ત્રી ઇચ્છે છે કે તે સુંદર અને યુવાન દેખાય.આ માટે મહિલાઓ ખોરાકની સાથે સાથે ફિટનેસ પર પણ ધ્યાન આપે છે.જયારે,મોડેલો અને અભિનેત્રીઓ કોસ્મેટિક સર્જરીનો સહારો લે છે.કોસ્મેટિક શસ્ત્રક્રિયા કરાવવી એ દરેકના બસની વાત નથી.કારણ કે તેનો ખર્ચ લાખો રૂપિયા થાય છે.સુંદર દેખાવા અને યુવાન દેખાવા મોડેલો ઘણી વખત સર્જરી કરાવે છે.અને તેમનો લુક બદલતી રહે છે.
આજે અમે તમને એક એવા મોડેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે આખી દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.યુક્રેનની મોડેલ એનાસ્તાસિયા પોક્રેશુક દાવો કરે છે કે તેના ગાલ વિશ્વના સૌથી મોટા ગાલ છે.તેને ગાલોને આવા બનાવવા માટે કોસ્મેટિક સર્જરી કરાવી છે અને એક નવો લુક આપ્યો છે.
એક અહેવાલ મુજબ 32 વર્ષીય અનાસ્તાસિયા પોક્રેશુકને તેનો લુક બદલવામાં 6 વર્ષનો સમય લાગ્યો છે.તેણે પોતાનો ચહેરો બદલવા માટે 2,100 ડૉલર અથવા લગભગ 1.5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.તાજેતરમાં જ તેણે ઇંસ્ટાગ્રામ પર તેના કેટલાક થ્રોબેક ફોટા શેર કર્યા છે.જેમાં તમે જોઈ શકો છો કે કોસ્મેટિક સર્જરી પહેલાં તેણી કેવી દેખાતી હતી.
એનાસ્તાસિયા પોક્રેશુક આજે તેના ઉભરેલ ગાલ અને મોટા હોઠ માટે વિશ્વભરમાં જાણીતી છે.આ અનેક કોસ્મેટિક શસ્ત્રક્રિયાઓ અને પ્રક્રિયાનું પરિણામ છે.જેમાં ચહેરાનો ભરાવ અને બોટોક્સ ઇન્જેક્શન શામેલ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ફોટામાં તેના ગુલાબી વાળ,કોન્ટેક્ટ લેન્સ અને નાટકીય મેકઅપનો સમાવેશ થાય છે.મોડલે ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર થ્રોબેક ફોટા શેર કર્યા છે. જેમાં તે એકદમ અલગ જ દેખાઈ રહી છે.