શા માટે વૃક્ષ ને નીચેના ભાગમાં સફેદ અને લાલ રંગના કલરથી રંગવામાં આવે છે.જાણો તેની પાછળ નાં કારણો
ક્યાંક આવતા-જતા સમયે ખાસ કરીને તમે જોયું હશે કે રસ્તાના કિનારે ઝાડની ઉપર સફેદ કે લાલ રંગના કલરથી રંગવામાં આવે છે.પરંતું શું તમે ક્યારે આ અંગે વિચાર્યું છે કે એવું કેમ કરવામાં આવે છે?ખરેખર તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે જેના અંગે કદાચ જ તમે જાણતા હશો.
ઝાડના નીચલા ભાગમાં રંગવાની આ પદ્ધતિ ખૂબ જૂની છે. આની પાછળનો હેતુ લીલોતરીવાળા વૃક્ષોને વધુ શક્તિ આપવાનો છે.તમે જોયું જ હશે કે ઝાડમાં તિરાડો પડે છે અને તેની છાલ નીકળવાનું શરૂ થાય છે,જેના કારણે ઝાડ નબળા પડે છે.તેથી જ તેને રંગવામાં આવે છે,જેથી તેમની શક્તિ રહે અને ઝાડની ઉંમર લાંબી રહે.
વૃક્ષો રગંવા પાછળનો એક હેતુ તે છે કે તેમાં કીડા કે કોઇ જંતુ ન થાય કારણ કે આ જંતુઓ કોઈપણ ઝાડને અંદરથી ખોખલા બનાવી દે છે.પરંતુ પેઇન્ટિંગથી ઝાડમાં જંતુઓ જતા નથી,જેથી તે સુરક્ષિત રહે.
ઝાડને રંગવાથી તેમની સલામતીમાં પણ સુધારો થાય છે.આ સૂચવે છે કે તે વૃક્ષો વન વિભાગની નજરમાં છે અને તેને કાપી શકાય પણ નહીં.
કેટલાક સ્થળોએ ઝાડને રંગ આપવા માટે ફક્ત સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે,પરંતુ ઘણી જગ્યાએ લાલ અને વાદળી રંગનો ઉપયોગ પણ થાય છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુનાં રસ્તાના ઝાડને પણ સફેદ રંગથી રંગવામાં આવે છે,જેથી રાતના અંધારામાં પણ,આ ઝાડ તેમની ચમકને લીધે સરળતાથી જોઇ શકાય.
ઝાડના નીચેના ભાગમાં કલર કરવાની પદ્ધતિ ખૂબ જ જૂની છે.લીલોતરીવાળા ઝાડને વધુ શક્તિ મળે તેના માટે આવું કરવામાં આવતું હોય છે.વૃક્ષ મોટું થાય એટલે તેના થડમાં તિરાડો પડે છે અને તેની છાલ નીકળવા લાગે છે.જેનાથી વૃક્ષ નબળું પડતું હોય છે.ત્યારે ઝાડને મજબૂત કરવા માટે સફેદ અને લાલ રંગના પટ્ટા મારવામાં આવે છે.
ઝાડ પર કલર કરવાનું એક કારણ એ પણ છે કે તેમાં જીવાતો થતી નથી.જંતુઓ થવાથી કોઈ પણ વૃક્ષ ખોખલું થઈ જતું હોય છે.જેને અટકાવવા માટે લાલ અને સફેદ રંગના પટ્ટા કરવામાં આવે છે.કલર કરવાથી ઝાડમાં જંતુઓ થતાં નથી.ઝાડને કલર કરી જીવજંતુઓથી બચાવી શકાય છે જેનાથી તેનું આયુષ્ય વધે છે.
હાઈવે રોડ પર તમ વૃક્ષોની મોટી સંખ્યામાં હાજરી જોતા હશો.જેથી અહીં કલર કરવાની પદ્ધતિ ખુબ જ કારગત નિવડે છે.રાષ્ટ્રીય રસ્તાની આજુ-બાજુ લગાવેલા ઝાડને સફેદ કલરથી રંગવામાં આવે છે.જેથી રાતના અંધારામાં પણ તેની ચમકથી વાહન ચાલકોને રોડની ખબર પડે છે.
ઝાડને કલર કરવાથી તેને રક્ષણ મળી રહે છે.કલર કામ થયેલું હોવાથી એ સાબિત થાય છે વન વિભાગ વૃક્ષની જાળવણી માટે સજાગ છે.અને આ વૃક્ષોને કાપવામાં આવતા નથી.કેટલાક સ્થળો પર ઝાડને કલર કરવા માટે માત્ર સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે,પરંતુ ઘણી જગ્યાએ લાલ અને વાદળી રંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે.