મહિલાએ 4 પગ અને 4 હાથ સાથે બાળકીને જન્મ આપ્યો,નવજાત શિશુને જોવા લોકોનાં ટોળાં ઉમટ્યાં….
અમુકવાર એવા એવા બનાવો બનતા હોય છે કે જેનાથી ચકચારી ફેલાઈ જતી હોય છે,આવી જ એક ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવી છે.જ્યાં એક મહિલાએ એક એવી બાળકીને જન્મ આપ્યો કે લોકો જોતા જ રહી ગયા.
આજે આ ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે.જ્યાં એક મહિલાએ ૪ પગવાળી બાળકીને જન્મ આપતા જ તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા.જેવી જ આ વાતની જાણ લોકોને થઇ કે લોકો દીકરીને જોવા માટે સોશિયલ મીડિયા પર ઉમટી પડ્યા હતા.
ગ્વાલિયર શહેરના સિકંદર કંપુ વિસ્તારની રહેવાસી આરતી કુશવાહા 4 પગની બાળકીની માતા બની છે.ગર્ભવતી મહિલાની બહેને જણાવ્યું કે આરતીને પહેલાથી જ બે દીકરીઓ છે.હવે ત્રીજી દીકરીનો જન્મ ચાર પગ સાથે થયો છે. તેણે સર્જરી કરાવવી પડશે.આરતીના પરિવારની આર્થિક સ્થિતિ પણ એવી નથી કે તે સર્જરી કરાવી શકે.આ જ કારણ છે કે પરિવારને સરકાર પાસેથી મદદની અપેક્ષા છે.
બીજી તરફ ચાર પગની બાળકીના જન્મના સમાચાર સોશ્યિલ મીડિયામાં આગની જેમ ફેલાઈ જતાં અન્ય દર્દીઓના સગા સહિત બહારગામથી લોકો કમલરાજા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.કેટલાક તેને ચમત્કારિક બાળક કહી રહ્યા છે તો કેટલાક તેને દૈવી અવતાર માની રહ્યા છે.
આરતી નામની મહિલાએ આ બાળકીને જન્મ આપ્યો છે.હાલ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ડોકટરોએ જણાવ્યું કે બાળકી એકદમ સ્વસ્થ છે પણ હાલ તેને દેખરેખમાં રાખવામાં આવી છે.બીજી બાજુ લોકો આ ઘટનાને ચમત્કાર કહી રહ્યા છે,
આ દીકરી ભગવાનનો ચમત્કાર છે. માટે જ તેના ફોટા અને વિડીયો હાલ સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે, ડોકટરોએ જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી પણ ગર્ભાવસ્થા સમયે લાખો માંથી એક મહિલાને એવી તકલીફ થતી હોય છે કે જેનાથી આવા બાળકો જન્મ થતો હોય છે.આવી ઘટના ખુબજ રેર છે.
હજુ પણ લોકો બાળકીને જોવા માટે દૂર દૂરથી આવી રહયા છે.માતા પિતા પણ દીકરીને જોઈને ખુબજ ચિંતામાં છે કે ચાર પગના લીધે તેના જીવને તો કોઈ નુકસાન નહિ થાય ને. ડોકટરો હવે તપાસ કરી રહયા છે કે ઓપરેશન કરીને દીકરીને નોર્મલ કરી શક્યા છે કે નહિ.