ઉમરાળા ગામે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે મહા વેકસીનેશનનો પ્રારંભ
વિશ્વ યોગ દિને કોરોના વેકસીનેશન મહાઅભિયાનનો આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે શુભારંભ તારીખ 21 જૂનના રોજ કોરોના રોગને મહાત કરવાના સંનિષ્ઠ પ્રયાસના ભાગરૂપે કોરોના વેકસીનેશન
મહા અભિયાનનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો ધોળા – ચોગઠ રોડ સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર ખાતે વેકસીનેશન સેન્ટર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ દિન વિશેષ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય વિધિ,પુષ્પગુચ્છથી મહાનુભાવોનું સન્માન,કોરોના અંતર્ગત ફિલ્મનું લોન્ચિંગ અને આભાર વિધિ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ
કાર્યક્રમના પ્રવક્તા કન્યાશાળા,ઉમરાળાના ભાષા શિક્ષક દિવ્યાંગભાઈ પરમારે વેકસીનનું મહત્વ તેમજ સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પેશ કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા ભાજપ અગ્રણી જગદીશભાઈ ભીંગરાડીયા,તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઇ લખાણી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ,એમ.વી.પરમાર (મામલતદાર) તાલુકા વિકાસ અધિકારી રાતડા,મનસ્વીબેન માલવીયા (તાલુકા હેલ્થ ઓફિસર) બ્લોક સુપરવાઈઝર રાજુભાઈ ઉપાધ્યાય તાલુકા પંચાયત સદસ્યો,C.H.C.ઉમરાળાનો સ્ટાફ,આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઇ હેજમ,ગામના વરિષ્ટ નાગરિકો,અબાલ વૃધ્ધ સૌ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા