કોચીન બંદરથી બેયપોર અને અઝિક્કલ બંદર સુધીના ગ્રીન ફ્રેઇટ કોરીડોર-2 ના કોસ્ટલ શિપિંગ સેવાના પ્રારંભિક પ્રવાસના લોડિંગ ઓપરેશનનું ઉદઘાટન કરાયું
બંદર,શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દરિયાઈ કાંઠા વિસ્તારના વેપારને પ્રમોટ કરવા અને ઇન્ટરમોડલ અને મલ્ટિમોડલ ગ્રાહક સેવાના ઉકેલ માટે ટકાઉ, વાજબી અને અસરકાર સેવા પૂરી પાડવાના હેતુથી દેશના મોટા તથા અન્ય નાના નાના બંદરો વચ્ચે સુમેળ રચવા માટેની બાબતોને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે આમ કરીને મંત્રાલયનો હેતુ વેપાર અને ઉદ્યોગનો દરિયાઈ સંપર્ક સ્થાપીને માર્ગો અને રેલવેના ટ્રાફિકમાં ઘટાડો કરવાનો છે જેથી ચીજવસ્તુઓની લોજિસ્ટિક પડતરમાં પણ ઘટાડો થઈ શકે
આ દિશામાં આગળ વઘતા પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના કેન્દ્રના રાજ્યકક્ષાના (I/C) મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોચીન બંદરથી બેયપોર અને અઝિક્કલ બંદર સુધીના“ગ્રીન ફ્રેઇટ કોરીડોર-2”ના કોસ્ટલ શિપિંગ સેવાના પ્રારંભિક પ્રવાસના લોડિંગ ઓપરેશનનું ઉદઘાટન કર્યું હતુ
ગ્રીન ફ્રેઇટ કોરીડોર સેવા જે. એમ.બક્ષી ગ્રૂપ કંપનીની રાઉન્ડ ધ કોસ્ટ પ્રાવયેટ લિમિટેડ,મુંબઈ દ્વારા સંચાલિત થશે આ સેવા કોચીન-બેયપોર,અઝિક્કલ બંદરોને જોડશે અને ભવિષ્યમાં કોલ્લામ બંદરને પણ આ સેવા સાથે સાંકળી લેવાશે મેસર્સ જે. એમ. બક્ષી આ સેવા માટેના જનરલ એજન્ટ રહેશે.
આ જહાજ સપ્તાહમાં બે વાર કોચીન બંદર પર બોલાવવામાં આવશે અને બેયપોર તથા અઝિક્કલ બંદરને એક્ઝિમ અને કોસ્ટલ બોક્સ પૂરા પાડશે.
આ સેવા દરમિયાન જે ચીજવસ્તુઓ મોકલવામાં આવશે તેમાં ચોખા,ઘઉં,મીઠું,બાંધકામ માટેનો માલસામાન,સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે જે ગુજરાતમાંથી કોચીનમાં ઉતારવામાં આવશે અને ત્યાંથી આગળ મોકલાશે આ જહાજ પરત ફરશે ત્યારે તેના ઓપરેટર્સ એક્ઝિમ કાર્ગોની હેરાફેરીનો લક્ષ્યાંક રાખી રહ્યા છે જેમાં પોલિવૂડ ફૂટવેર ટેક્સટાઇલ,કોફી વગેરેનો સમાવેશ થાય છે આ જ રીતે ભવિષ્યમાં આયાતી કાજુના કન્ટેનર પણ કોચીનથી કોલ્લામ મોકલવામાં આવશે.
કન્ટેનરના કોસ્ટલ શિપિંગને વેગ આપવાના આશયથી નદી દરિયાઈ જહાજ માટે કોચીન બંદર જહાજ સંબંધિત ચાર્જમાં 50 ટકાની રાહતની ઓફર કરે છે.આવી જ રીતે કેરળ સરકારે પણ 23.1.2021થી એક વર્ષના સમયગાળા માટે રાજ્યના નાના બંદરોમાં શિપિંગની કિંમતોના એક NATPC અભ્યાસ અહેવાલ મુજબ માર્ગ પરિવહનની કિંમત કરતાં 10 ટકાના દરે ઓપરેશનલ રાહત આપવાની ઓફર કરેલી છે.આ સેવાના પ્રારંભિક સમયગાળામાં આ પ્રકારની રાહતના પગલાંથી સેવાને આગળ ધપાવવા તથા ટકાવી રાખવામાં મદદ મળશે અને તેનાથી આ પ્રકારની સેવા કાયમી ધોરણે હાથ ધરવાનો પ્રારંભ કરવામાં પ્રોત્સાહન પણ મળી રહેશે.
આ સેવાને કારણે કન્ટેનરના પરિવહનના વર્તમાન મોડેલમાં પરિવર્તન આવે તેવી અપેક્ષા રખાય છે અને તેનાથી રોડ ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થશે તથા કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટશે. આમ થશે તો ઉત્તર કેરળના દરિયાઈ કાંઠા વિસ્તાર અને ખાસ કરીને કેલિકટના એક્ઝિમ વેપાર અને કન્નુર પ્રાંતનુ જોડાણ વધશે કેમ કે તે દરિયાઈ માર્ગથી વલ્લારપડમ ICTT સાથે સીધા સંપર્કમાં આવશે આમ થવાથી પડતરમાં ઘટાડો થવા ઉપરાંત અવરજવરના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા