ખાંભા તાલુકાના આંબલિયાળા ગામના સરપંચશ્રી ખેડૂતલક્ષી નવી પહેલ
ખાંભા તાલુકાના આંબલિયાળા ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ જાદવ હમેંશા લોકહિતના કાર્યો માટે પ્રેરણારૂપ બની અને કંઇક નવું કરવાની તક ઝડફી લઈ હમેશા અગ્રેસર રહે છે
ત્યારે આજે વાવણી ના સમયે ખેડૂતો પાસે સમયનો વ્યય ન થાય તે માટે ગામના ખેડૂતોને વર્ષના અંતે પાક ધિરાણમાં પૈસાની લેવડ દેવડ કરવા માટે બેંકમાં જવુંપડે તેમજ લાઈનમાં રહેવું ના પડે અને ખાસ તો સમયનો બગાડ ન થાય તેવા શુભ આશયથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ગામના આશરે 60 થી વધુ ખેડૂત ખાતેદારો હાજર રહીને ખેડૂતોને કરવાની થતી લેવડ દેવડ ગામમાં જ સ્થળ પર થતા અને અમૂલ્ય સમયનો બચાવ થાય ખેડૂતો દ્વારા સરપંચ ભાવેશભાઈ જાદવ નો આભાર માન્યો હતો આ કામગીરીમાં ખડાધાર એસ.બી. આઈ.બેંકના મેનેજર વર્માં સાહેબ ખાસ હાજર રહી પ્રસંનીય કામગીરી કરી હતી.
*રિપોર્ટર:હસમુખ.શિયાળ.અમરેલી*