ખાંભા તાલુકાના રાયડી, પાટી, નાના બારમણ સહિતના ગામોના આગેવાનો દ્વારા વાવાઝોડામાં સર્વેમાં અન્યાય થયા બાબતે મામલતદારશ્રી ને આવેદન આપવામાં આવ્યું.
ખાંભા તાલુકાના રાયડી, પાટી, નાના બારમણ સહિતના ગામોના આગેવાનો દ્વારા વાવાઝોડામાં સર્વેમાં અન્યાય થયા બાબતે મામલતદારશ્રી ને આવેદન આપવામાં આવ્યું.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી તથા નેસડી ગામના ગ્રામજનોને વાવાઝોડામાં સર્વેમાં અન્યાય થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અને ખાંભા મામતદારશ્રી આવેદન પત્ર આપ્યું હતું
આવેદનપત્ર વેળાએ ડેડાણ જિલ્લા પંચાયત સદસ્ય ઉપેન્દ્રભાઈ બોરિસાગર તથા ખાંભા જિલ્લા પંચાયત માજી સદસ્ય નિર્મળસિહ રાઠોડ તથા પાર્ટીના પૂર્વ ઉપસરપંચ ભિખુભાઈ બોરિસાગર વિશાળ ગામજનો સાથે ઉપસ્થિત રહ્યા તો બીજી તરફ પાટી તથા નેસડી ગામના ગ્રામજનો ને વાવાઝોડામાં સર્વેમાં અન્યાય થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એ મામલતદાર તથા તાલુકાવિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું
ખાંભા મામતદારશ્રી આવેદન પત્ર આપ્યું હતું.તો આવી જ રીતે નાના બારમણ ગામના યુવા આગેવાન ભારતીય યુવા મોર્ચા અમરેલી જિલ્લા અધ્યક્ષ
રાજદીપ નાગર તેમજ ગામના વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ વાવાઝોડામાં થયેલ નુકસાનીનું સર્વે કરવામા આવ્યો હતો તે સર્વે કરનાર અધિકારી બોગસ સર્વે કર્યો હોઈ અને ખાસ નુકશાની થયેલ છે તેવા લોકોને પૂરતા પ્રમાણમાં સહાય મળેલ ના હોઈ આ બાબતે અન્યાય થયેલ હોય આ મુદે ખાંભા મામતદારશ્રી આવેદન પત્ર આપ્યું હતું હાજર રહેલ તમામ નાના બારમણ ના ગામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફરી રિસર્વેની માંગ કરી હતી