બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં એચ.એમ.એકતા ગ્રુપ દ્રારા કોરોના વોરીયર્સ નું સન્માન કરવામાં આવ્યુ.
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં એચ.એમ.એકતા ગ્રુપ દ્રારા કોરોના વોરીયર્સ નું સન્માન કરવામાં આવ્યુ.શહેરના ઉદ્યોગપતિ વિશાલભાઈ મકવાણા,કૌશરભાઈ કલ્યાણી,માનવ સેવા સમિતિ,ડોક્ટરો,સર્વ ધર્મ સેવા સમિતિ,પીર હાલાજી ગ્રુપ તેમજ પત્રકારો નું એચ.એમ.એકતા ગ્રુપ દ્રારા સન્માન કરવામાં આવ્યુ.
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર માં કોરોના પોઝીટીવ ના કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યા હતા.તો દરોજ કેટલાય લોકો ના મૃત્યુ થતા હતા આવી કપરી અને વિકટ પરીસ્થિતી માં બોટાદ જીલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં પણ કોરોના એ આંતક મચાવ્યો હતો.
આવી પરીસ્થિતી વચ્ચે રાણપુરના કોરોના વોરીયર્સ ડોક્ટરો તેમજ મુસ્લિમ ઘાંચી સમાજના યુવાનોની માનવ સેવા સમિતિ,જાણીતા ઉદ્યોગપતિ અને ટેક્ષપીન બેરીંગ કંપનીના વિશાલભાઈ મકવાણા તેમજ રીયલ સ્પીનટેક્ષ કંપનીના માલીક કૌશરભાઈ કલ્યાણી,સર્વ ધર્મ સેવા સમિતિ,પીર હાલાજી ગ્રુપ તથા રાણપુરના પત્રકારો નું એચ.એમ.એકતા ગ્રુપ દ્રારા આ કોરોના વોરીયર્સ નું સન્માન પત્ર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.
જેમાં રાણપુરના ડોક્ટરો દ્રારા ૧૫ કલાક સુધી સતત દર્દીઓની સારવાર તેમજ માનવ સેવા સમિતી દ્રારા ફ્રી ઓક્સિજન,ફ્રી એમ્બ્યુલન્સ,ફ્રી રીક્ષા સેવા દર્દીઓ માટે ૨૪ કરવા કરવામાં આવી હતી,ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક વિશાલભાઈ મકવાણા અને રીયલ સ્પીનટેક્ષ કંપનીના માલીક કૌશરભાઈ કલ્યાણી દ્રારા રાણપુરમાં કોવીડ હોસ્પિટલ માટે સહયોગ તેમજ સર્વધર્મ સેવા સમિતિ દ્રારા રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં ફ્રી ઓક્સિજનની બોટલો અને હોસ્પિટલોમાં વિનામુલ્યે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ,
પીર હાલાજી ગ્રુપ દ્રારા ઓક્સિજનની બોટલ ની સેવા તેમજ પત્રકારો દ્રારા આ કોરોના મહામારી માં લોકોને સમાચારના માધ્યમથી સાચી માહીતી પહોચાડવા બદલ રાણપુર નું એચ.એમ.એકતા ગ્રુપ ના તેજસભાઈ શાહ,રાજેશભાઈ શેઠ,અબ્દુલભાઈ અન્સારી,કોમેલ કલ્યાણી,જીલ્લાની ખલાણી,જયદીપ ખટાણા,રાજુભાઈ દેસાઈ,અજીતસિંહ પરમાર,જાવીદભાઈ,ચંપકભાઈ પટેલ,નટુભા પરમાર,નીરવ થોરીયા સહીતના ગ્રૂપના સભ્યો દ્રારા રાણપુર શહેરના કોરોના વોરીયર્સ ને સન્માન પત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં અવ્યુ હતુ.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,મકસુદભાઈ શાહ,પુર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી,યુસુફભાઈ મોદન,ઈકબાલભાઈ પાયક(લક્કડભાઈ),તાલુકા પ્રમુખ ભાજપ ધીરૂભાઈ ઘાઘરેટીયા,ચંન્દ્રેશભાઈ સોની સહીતના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામને સેવાકીય કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર