ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાં શ્રી યોગેશ નીરગુડે
સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી ભાવનગર જિલ્લાની વિકાસની ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં કલેક્ટરશ્રી ભાવનગર ખાતે કલેક્ટર તરીકે નિયુક્ત કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેએ આજે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે
ચાર્જ સંભાળ્યાં બાદ નવનિયુક્ત કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોની સમસ્યાઓને વાચા આપીને તેમના પ્રશ્નોનું સુખદ સમાધાન કરીને જિલ્લાની વિકાસ ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું છે કે, મારી અગાઉના પુરોગામીઓએ સારું કાર્ય કરેલું છે તેને વધુ ઉંચાઇ પર લઇ જવાની મારી નૈતિક જવાબદારી રહેશે. અગાઉ જે વિકાસના કાર્યો ચાલું હતાં તેમાં ગતિ લાવીને તે ઝડપથી પુરા થાય અને લોક ઉપયોગી બને તે મારી પ્રાથમિકતા રહેશે.
કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે અને કોરોનાના વરવાં પરિણામો આપણે જોયાં છે.તેથી કોરોનાની સારવારને લગતી વ્યવસ્થા સુદ્ઢ રીતે ચાલે, તેનું યોગ્ય મોનીટરિંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપીશ.