અમરેલી જિલ્લાના ખાંભા જુના બસ સ્ટેન્ડ બોવ ખરાબ હાલત મા જોવા મળ્યું છે તે જુઓ…

ખાંભા જુના બસ સ્ટેન્ડ માં પતરા નાખી મુસાફરી કરનાર લોકો તડકા કે વરસાદમાં બેસી શકે તેવા શુભ આશયથી બનાવવામાં આવ્યું

છે પરંતુ તાજેતરમાં આવેલ તોકતે વાવાઝોડાના કારણે ઝાડ બસ સ્ટેન્ડ ઉપર પડતા પતરા તૂટી ગયેલ હોઈ પરંતુ આશરે બે મહિના જેવો સમય વિતી ગયા છતાં આજ દિન સુધી ઝાડ કે પતરા હટાવવામાં આવ્યા નથી.આજે પણ મુસાફરો વરસાદ કે તડકાથી બચવા ના છૂટકે તેની નીચે બેસવા મજબુર છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી કોઈનું મોતનું કારણ બની શકે છે.તો બીજી તરફ રાજકીય આગેવાનો પણ આંખ આડા કાન કરી રહિયા છે

પોતપોતાના રોટલા શેકવામાંથી ઉંચા આવે તો જાહેર હિતના કામો ઉપર નજર પડેને.ચુંટણી ટાણે મતોની ભીખ માંગનારા ભિખારીઓ તાત્કાલિક ઘોર નિંદ્રામાંથી જાગી બસ સ્ટેન્ડ ઉપર લટકી રહેલ મોતનો સામાન હટાવે તે ઇચ્છનીય છે.નહિ તો આ સામાન મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.તો બીજી તરફ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલ નવુંબસ સ્ટેન્ડ વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે જે હાલ બંધ હાલતમાં છે.

રિપોર્ટ હસમુખ શિયાળ અમરેલી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »