અમરેલી જીલ્લામાં ધારી તાલુકામાં માધુપુર થી વીરપુર ગ્રામ પંચાયત સુધીનું ભારત સરકારના BBNL હસ્તકના ફાઇબર ઓપ્ટીકલ કેબલની કામગીરીની ઘોર બેદરકારી સામે આવી

અમરેલી જીલ્લામાં ધારી તાલુકામાં માધુપુર થી વીરપુર ગ્રામ પંચાયત સુધીનું ભારત સરકારના BBNL હસ્તકના ફાઇબર ઓપ્ટીકલ કેબલની કામગીરીની ઘોર બેદરકારી સામે આવી

ભારત સરકારના BBNL હસ્તકના ફાઇબર ઓપ્ટીકલ કેબલની કામગીરી અમરેલી જીલ્લામાં ધારી તાલુકામાં માધુપુર થી વીરપુર ગ્રામ પંચાયત સુધીનું કામ ચાલુ છે. જેમા માધુપુર ગામની બાજુમાં નદીની પાસે કામગીરીની તપાસ કરવામાં આવતા આ જગ્યા પર સરકાર દ્વારા જે નીતિ નિયમો મુજબ કામગીરી કરવા માટે આયોજન કરેલુ હોય તે મુજબની કામગીરી જોવા મળેલ ના હોઈ અને કેબલ ભૂગર્ભ ગટર કરી પાથરવાની થતો હોઈ પરંતુ નીતિ નિયમોને નેવે મુકીને પોતાના અંગત સ્વાર્થ હેતુ માટે જમીન ઉપર ખુલ્લો પથરાયેલો જોવા મળેલો છે. તેમજ ખુલ્લી જગ્યામાં એવી રીતે ફીટીંગ કરાયેલો છે કે કોઇ સામાન્ય રીતે ખેંચે તો પણ બહાર આવી શકે. જીલ્લાના ૬૦૦ ગામડા માથી હાલ ૩૦૦ ગામડાઓમા પણ સરકારી નેટ ચાલુ નથી હોતુ.તો આવા લોલમલોલ કામ કરનાર એજન્સીઓ યોગ્ય તપાસ કરવામાં આવે અને તપાસ સમયે બેદરકારી જણાય તો આવી એજન્સીઓ નો રદ કરી સરકારના નીતિ નિયમો મુજબ કામ કરનાર એજન્સીઓ ને કામ આપવું જોઇએ.

આ કામ વિશે તપાસ કરતા BBNL દ્વારા આ કામગીરી રેલટેલ નામની એજન્સીને આપેલી છે. રેલટેલ ને આ પહેલાની કામગીરી આપવા સમયે તેમણે કરેલા કામોમા અનેક ભુલો અને બેદરકારી સામે આવેલી છે તેમ છતા BBNL તરફથી ફરી વખત રેલટેલ ને જ શા માટે પસંદ કરવામાં આવી રહ્યુ છે આ બાબતે પણ ઉચ્ચ તપાસ કરવી જરૂર છે. જેથી પ્રજા માટેની યોજના ઓ માટે ફાળવવામાં આવતા રૂપીયાનું યોગ્ય વળતર મળી શકે.

તેમજ સરકારી નાણા દ્વારા થતી કામગીરી આવી નબળી થઇ રહી છે તો પણ સંબંધીત ડીપાર્ટમેંટ આ બાબતે કેમ ઢીલી નીતિ રાખી રેલટેલને સાચવી રહ્યુ છે એ લોકોમાં ચર્ચો વિષય બન્યો છે આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયાના સપના જોઇ રહિયા છે ત્યારે આવી એજન્સીઓ ની ભૂલોથી અનેક ગામડાઓ સુવિધાથી વંચિત રહી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

વર્તમાન સમયમાં સરકારી કંપનીઓનો ઓછો થઇ રહેલો નફો અને અંતે કરવું પડતું ખાનગી કરણ પાછળનું કારણ આ પ્રકારની એજન્સીઓ પરની મીઠી નજર હોઇ શકે !!!

*રિપોર્ટર:હસમુખ.શિયાળ.અમરેલી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »