આ તારીખે પડશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો તેની તમારી રાશિ પર શું અસર પડશે?

વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 26 મેના રોજ પડવા જઈ રહ્યું છે. આ વખતે ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે જે ભારતમાં નહીં દેખાય. ખાસ વાત એ છે કે આ દિવસ વૈશાખી પૂનમ પણ આવી રહી છે. એટલા માટે આ ચંદ્ર ગ્રહણ ખૂબ મહત્વપૂર્ણ હશે. જોકે આ વખતે ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહ છે. આ કારણથી સૂતક કાળ માન્ય નહીં હોય. ચંદ્ર ગ્રહણ બપોરે 2 વાગીને 17 મીનિટખી શરૂ થઈને સાંજે 7 વાગ્યાને 19 મીનિટે ખતમ થશે.

ચંદ્ર ગ્રહણ, અમેરિકા, ઉત્તરી યૂરોપ, પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારમાં સંપૂર્ણ રીતે જોવા મળશે. જ્યારે ભારતમાં ઉપછાયા જ રહેશે. માનવામાં આવે છે કે પૃથ્વી, સૂરજ અને ચંદ્રમાની ગતિઓના કારણ ગ્રહણ પડી રહ્યું છે. આ તમામ ગતિવિધિઓ સૌરમંડળમાં થાય છે. જ્યોતિષ અનુસાર, આ ગતિવિધિઓની અસર રાશિઓ પણ પડે છે. આવો જાણીએ આ વિશે ચંદ્ર ગ્રહણની તમામ રાશિઓ પર શું અસર પડી શકે છે.

મેષ રાશિ આ રાશિના જાતકોને પ્રવાસ દરમિયાન સાવચેતી રાખવી પડશે. અચાનકથી ધન લાભનો પણ યોગ બની શકે છે. માનસિક તણાવ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂરા થશે.

વૃષભ રાશિ આ રાશિના જાતકોને ચંદ્ર ગ્રહણના કારણ દાંપત્ય જીવનમાં મતભેદનો સામનો કરવો પડી શકે છે. આર્થિક લાભ થઈ શકે છે, પરંતુ તમારા ખર્ચા પર કાબૂ રાખો, વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

મિથુન રાશિ આ વખતે ચંદ્ર ગ્રહણ મિથુન રાશિના જાતકો માટે લાભકારી છે. આ દરમિયાન અન્ય લોકોથી વાતચીત કરવાથી બચો. મેડિટેશન કરવું સારૂ સાબિત થઈ શકે છે.

કર્ક રાશિ આ જાતકોને માનસિક તણાવ અથવા પેટની સમસ્યા થઈ શકે છે. બીજાની વાતોમાં આવવાથી બચો. વેપારમાં સારૂ પરિણામ મળી શકે છે. દુર્ઘટનાઓ થવાની શક્યતા છે. એટલા માટે સાવધાન રહો.

સિંહ રાશિ આ રાશિના લોકો પર ચંદ્ર ગ્રહણ સારૂ નરસુ રહેશે. એવામા મિત્રો સાથે સમય વિતાવવો સારો સમય રહેશે. સંબંધ માટે આ સારો સમય માનવામાં આવી રહ્યો છે. વેપારમાં સફળતા મળશે. થોડું આર્થિક નુકસાન થઈ શકે છે. તણાવ અને ચિંતાથી બચો.

કન્યા રાશિ આ રાશિના લોકો આકર્ષણનું કેન્દ્ર બનશે. નોકરીમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારૂ ભાગ્ય અને આર્થિક લાભ મજબૂત થશે. ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયથી બચો. તમારી આજુબાજુના લોકો સાથે ધીરજ બનાવી રાખો.

તુલા રાશિ આ રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈને ઉધાર આપેલા અથવા કોઈ કામમાં મૂડી રોકાણથી બચો. રોમાન્સ માટે સારો સમય છે. જીવનસાથી અને સ્વયંની સેવનનું ધ્યાન રાખો.

વૃશ્ચિક રાશિ આ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. જીવનસાથી સાથે વિવાદ કરવાથી બચો. આર્થિક નુકસાનની શક્યતા છે. આ દરમિયાન તમે આધ્યાત્મનો અનુભવ કરી શકો છો. મેડિટેશન કરવાથી માનસિક તણાવ ઓછું થઈ શકે છે.

ધન રાશિ આ રાશિના લોકોએ વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. વિવાદ કરવાથી બચો. તમારી ભાવનાઓને યોગ્ય ભાવથી વ્યક્ત કરો. આર્થિક નુકસાનની શક્યતા છે. ઉંઘ ન આવવી અથવા સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યા થઈ શકે છે.

મકર રાશિ આ રાશિના લોકોને આર્થિક લાભ થઈ શકે છે. પ્રેમ સંબંધ મધૂર થશે. સફળતાનો માર્ગ ખુલશે. જીવનસાથી સાથે સંબંધ પ્રભાવિત થઈ શકે છે. ધીરજ રાખો અને મેડિટેશનનો અભ્યાસ કરો.

કુંભ રાશિ આ રાશિના લોકોના જીવનમાં નવી તીરાડ આવવાની શક્યતા છે. વેપારમાં ઉતાર-ચડાવ બની રહેશે. આ સમય તમારા માટે બહુ સારો નથી, એટલા માટે કાર્યસ્થળ પર સામંજસ્ય બનાવીને રાખો. પ્રવાસ કરવાથી બચો અને સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખો.

મીન રાશિ આ રાશિની જાતકોને મોટો બદલાવ કરવાથી બચવું જોઈએ. માઁ અને સ્વાસ્થ્ય માટે વધું સારસંભાળ રાખવી જોઈએ. વિવાદ કરવાથી બચો. વાતચીતથી અણસમજને દૂર કરવાના પ્રયત્ન કરો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »