ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પમાં 375 લોકોએ લાભ લીધો કોવિડ વેકસીનેશન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંઘોળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા

ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પમાં 375 લોકોએ લાભ લીધો કોવિડ વેકસીનેશન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંઘોળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા

ઉમરાળા ગામે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે વેકસીન લેવા માટે લોકોનો ખૂબ જ ઘસારો રહ્યો હતો સાંજે 5 વાગે સમય પૂરો થતો હોવા છતાં પણ લોકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો માટે હેલ્થ વિભાગના કર્મચારીઓએ 7 વાગ્યા સુધી બેસીને દરેક લાભાર્થીને વેકસીન આપી હતી. આજે કુલ 375 લોકોએ વેકસીન લીધી હતી

આજ સુધી ઉમરાળા તાલુકા વેકસીન સેન્ટરના લાભાર્થીઓની સૌથી વધુ સંખ્યા આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં સેન્ટર પર રહી જ્યારે પણ વેકસીન સેન્ટર રાખવામાં આવે છે ત્યારે આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા માઇક સાથે દરેક વિસ્તારોમાં રીક્ષા ફેરવી વેકસીન લેવા અનુરોધ કરવામાં આવે છે ઘરે ઘરે ફરીને બાકી રહેલા વિસ્તારોમાં કેમ્પઈન કરવામાં આવે છે

વેકસીનની અછતના સર્જાય એ માટે આજે હેલ્થ વિભાગના રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.મનસ્વી માલવિયા અને કર્મચારીઓ ખડે પગે હાજર રહ્યા હતા આજના દિને વેકસીનેશનમાં મળેલ સફળતા બદલ ઉમરાળા મામલતદાર એમ.વી.પરમાર તથા તાલુકા હેલ્થ ઓફિસર ઉમરાળા દ્વારા આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »