ઉમરાળા મામલતદાર કચેરીના આઉટસોર્સના કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાલ પર ઉતર્યા

ઉમરાળા મામલતદાર કચેરીના આઉટસોર્સના કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાલ પર ઉતર્યા સરકારની એ.બી. એન્ટરપ્રાઇજની ગેરરીતી અને કર્મચારીઓના આર્થિક શોષણના વિરોઘમા હડતાલ જન સેવા કેન્દ્રના ઓપરેટરોના પગારમાં થાય છે ગેરરીતિઓ

ભાવનગર જીલ્લા ભરના જન સેવા કેન્દ્રોમાં તથા મામલતદાર ઓફિસમાં આઉટ સોર્સથી ભરવામા આવતી જગ્યાઓનો કોન્ટ્રાકટ હાલ એ.બી. એન્ટરપ્રાઇઝ મહેસાણા પાસે છે જે એ.બી.એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા નીમણુક થતા કોમ્પ્યુટર ઓપરેટરોને પગાર પેટે ચુકવવાના થતા બીલની રકમ સર્વે કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા તપાસ કરતા આશરે ૧૫૪૪૫/- (અંકે રૂપીયા પંદર હજાર ચારસો પીસ્તાલીસ રૂપીયા)નુ બીલ એ.બી. એન્ટરપ્રાઇઝ દ્વારા મુકવામા આવે છે અને કલેકટર કચેરી દ્વારા મંજુર કરવામાં આવે છે પરંતુ સર્વે કોમ્પ્યુટર ઓપરેટરોને પગાર પેટે ફક્ત ૮૮૧૭ (અકે રૂપીયા આઠ હજાર આઠસો સતર રૂપીયા)નુ જ ચુકવણુ કરવામાં આવતુ હતુ પરંતુ હાલ અધીક કલેકટરના હુકમ દ્વારા જન સેવા કેન્દ્રના ઓપરેટરને રજા દિવસો બાદ કરીને પગારનું પ્રમાણપત્રના દિવસો ઓછા કરીને મુકવા હુકમ થયેલ છે પરંતુ જો ૩૧ દિવસનુ પ્રમાણપત્ર મુકીએ તો રૂ.૮૮૧૭ પગાર મળે છે અને ૨૪ દિવસનુ પ્રમાણપત્ર આપવાના હુકમ થયેલ બાદ તેમા પગાર રૂ.૬૮૦૦/- મળે છે તો આટલા નજીવા વેતન થી કર્મચારીઓના ઘરનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ છે.

ઉપરોક્ત બીલ માંથી પી.એફ.ની રકમ તથા મેડીકલ વીમાની રકમ બાદ કરવા છતા પણ મંજુર બીલ કરતા ખુબજ ઓછો પગાર મળે છે જે બંધારણનાં સમાન કામ સમાન વેતનના સિધ્ધાંતનો ભંગ કરે છે ઓપરેટરો દ્વારા ૭/૧૨ વેરીફિકેશન,૬ નંબર વેરીફિકેશન, સેવાસેતુ,ગંગા સ્વરૂપા સહાય, હાલમા કોવીડ-૧૯ મહામારીમાં પણ ઓપરેટરો રાત-દિવસ પોતાની તથા પરીવારની પરવા કર્યા વિના કચેરી દ્વારા સોપવામાં આવેલ જે તે ફરજ બજાવેલ તેમજ કચેરી સમય બાદ પણ સોપવામાં આવતી તમામ પ્રકારની ફરજો તેમજ હુકમ મુજબની કામગીરી નિષ્ઠા પુર્વક કામગીરી તેમજ સરકારની ખુબજ મહત્વ કાંક્ષી યોજનાનો અમલ કરાવવા રાત-દિવસના ઉજાગરા કરી ઉપરોક્ત કામગીરીઓ ખુબજ શોર્ટ ટાઇમ-લીમીટમાં અસરકારક રીતે પુરી કરેલ છે તેમ છતા નહિવત જેવુ વેતન એ.બી. એન્ટરપ્રાઇઝ મહેસાણા દ્વારા ચુકવવામાં આવે છે

એ.બી.એન્ટરપ્રાઇઝ મહેસાણા કોન્ટ્રાકટ શરતો મુજબ ૧૧ મહિને કોન્ટ્રાકટ રીન્યુ થવો જોઇએ જે ૨૦૧૬ થી જુના ભાવ મુજબ જ આજ દિન સુધી રીન્યુ થતો આવે છે જેમાં કોઇપણ જાતનુ મોંઘવારી ભથ્થુ કે પગારમા વધારો કરવામા આવતો નથી જેથી હાલની આ મોંઘવારી સામે પહોંચી વળવા કર્મચારીઓના પરીવારનુ આટલા નજીવા વેતનમાં ભરણ પોષણ કરવા અસમર્થતા અનુભવે છે

મહે.સુપ્રીમ કોર્ટ તથા મહે. હાઇકોર્ટનાં ચુકાદામાં આઉટ સોર્સથી કામ કરતા ડેટા એન્ટ્રી ઓપરેટરોને “સમાન કામ સમાન વેતન” મુજબ પગાર ચુકવવાના ચુકાદા આપવામાં આવેલ છે જેથી ઉપરોક્ત કંપનીના ઓછામાં-ઓછુ એટલા ભાવ મંજુર કરવામાં આવે જેથી કરી ઉપરોક્ત કંપની કર્મચારીઓને સમાન કામ સમાન વેતન મુજબ પગારનુ ચુકવણુ કરી શકે

જેથી કરી સર્વે આઉટ સોર્સના કર્મચારીઓને કામ મુજબ યોગ્ય વેતન મળી રહે તેમજ પરીવારનુ ભરણ પોષણ આ મોઘવારીના જમાનામાં યોગ્ય રીતે કરી શકે તેથી પગાર ધોરણમાં વધારો કરવા તથા અન્ય ભથ્થા મંજુર થાય એ મુજબની રજુઆત મહે.કલેકટર ભાવનગરને તથા સરકારમાં રજૂઆત માંગ કરવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »