ખાંભા તાલુકાના નેસડી -૨ ગ્રામજનો દ્વારા તાઉતે વાવઝોડાનાં સર્વેની સહાયમાં થયેલ અન્યાય સંદર્ભે યોગ્ય કરવા અંગે મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ગુજરાત રાજયમાં ખાસ કરીને અમરેલી જીલ્લામાં છેલ્લે આવેલ તાહો વાવાઝોડાએ ખાસ કરીને અમરેલી જીલ્લાનાં ખાંભા રાજુલા અને જાફરાબાદ તાલુકા ખુબ જ મોટું નુકશાન પહોંચાડેલ છે

અને તેનાં લીધે સરકારશ્રી દવારાં નુકશાન રાંદાનં કરાવી નુકશાનની રકમ નકકી કરી સરકારી ભંડોળમાંથી આપવાની જાહેરાત કરેલ છે સરકારી ભંડોળમાંથી વપરાતી રકમમાં દરેક નાગરીકને નુકશાન સંદર્ભે મારાં –તારાનો ભાવના રાખ્યા વગર થયેલ નુકશાન મુજબનું વળતર આપવાનું હોય છે આ પ્રક્રિયાનું ભાગ સ્વરૂપે ખાંભા તાલુકાનાં નેસડી –૨ ગામે સર્વે કરવામાં આવેલ હતો

અને ગામના આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર મળતિયાઓને સાથે રાખી પંચાયત ઓફીસમાં બે અથવા તો મળતિયાઓનાં ઘરે બેસી સર્વે કરવામાં આવેલ હતો અને જે સવૅમાં અને ૬ સવેમાં ગામમાં જેને ખરેખર નુકશાન થયેલ છે તેમને સર્વેની યાદીમાં નુકશાન થયેલ છે તેવો ને રકમનાં સંદર્ભેમાં ઓછામાં ઓછી ૨કમ આપવામાં આવેલ છ અને જેમના ઘરે સ્લેબવાળા પાકા છે

તેમને કોઈ નુકશાન થયેલ નથી તેમ છતાં પણ ખુબ જ મોટું નુકશા દશૉવી ઘણી બધી રકમ વળતર તરીકે ચુકવવામાં આવેલ છે અને આ સઘળી હકીકત ઉપેન્દ્રભાઇ કે બોરીસાગર એડ્વોકેટ સદસ્યશ્રી: જીલ્લા પંચાયત અમરેલી તેમજ માજી જિલ્લા પંચાયત અમરેલીના સદસ્ય અને કોંગ્રેસના આગેવાન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ નેસડી -૨,ગામનાં ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

કે યોગ્ય કાયૅવાહી કરવામાં નહીં આવે વાવાઝોડાથી ભોગ બનનાર નાગરીકોને આપ સાહેબનાં નીતિ – નિયમો મુજબની વળતરની રકમ ચુકવવામાં નહીં આવે તો ગ્રામજનો દવારાં તા .૧૫/૦૭/૨૦૨૧ પછી ગાંધી ચીંધ્યા રાહે મામલતદારશ્રી -ખાંભાની કચેરી સામે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણાં કરવામાં આવશે , જેની ગભીંત નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »