ગણતરીના દિવસો માં ઘરફોડ ચોરીના ઓરીજનલ મુદામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ.

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ ભાવનગર શહેરમાં થતી ઘરફોડ ચોરીના ગુન્હાઓ કરેલ આરોપીઓ તથા શકદારો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ હોય જે અન્વયે

સાજીદભાઇ યુનુસભાઇ હમીદાણી રહે.પ્લોટ નં.૨૬૦૮ શિશુવિહાર ભાવનગરવાળા ધાર્મિક કામ સબબ બહારગામ ગયેલ હોય તેના બંધ રહેણાંક મકાનમાં ચોરી થયેલ હોય જે અનુસંધાને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબનાઓના સાથે ડિ-સ્ટાફના હેડ કોન્સ.યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા પો..કોન્સ. જયદિપસિંહ ટેમુભા તથા પોલીસ કોન્સ. દશરથસિંહ બબુભા તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ તથા પોલીસ કોન્સ. અનીલભાઇ સોલંકી તથા પોલીસ કોન્સ. નિલેશભાઇ અનીલભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ જશુભા તથા પોલીસ કોન્સ.રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પોલીસ કોન્સ.નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પોલીસ કોન્સ.અજયસિંહ ચંદ્રસિંહ વિગેરે ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં આ કામના શકદાર (૧) અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ ઉવ.૩૧ રહે.પ્રભુદાસ તળાવ જનતાનગર મફતનગર ભાવનગર તથા (૨) અહેમદભાઇ અલ્તાફભાઇ સેતા ઉવ.૨૪ રહે.દાંતીયા વાળી શેરી,દિવાનપરા રોડ ભાવનગર વાળાની હેડ કોન્સ યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ એ યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા પુછપરછ દરમ્યાન શકદારો ભાંગી પડેલ અને ગઇ તા.૨૬/૦૬/૨૦૨૧ ના શરૂ રાત્રીના આશરે એકાદ વાગ્યે તે બન્ને તથા તેના મિત્રો (૧) મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારીયા રહે.હાલ સુરત મુળ રહે.જનતાનગર મફતનગર ભાવનગર તથા (૨) મંહમદજુબેર જાહીદભાઇ શેખ રહે. જનતાનગર મફતનગર ભાવનગર તથા (૩) આફતાબ મહમદહનીફભાઇ સેતા રહે.કુંભારવાડા ગુ.હા.બોર્ડ કર્વાટર ભાવનગરવાળાઓએ એકબીજાની મદદગારી કરી સાજીદભાઇ યુનુસભાઇ હમીદાણીના રહેણાંક મકાનની અગાશી ઉપર ચડી અગાશીના લાકડાના દરવાજાનું પાટીયુ તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તથા લેડીઝ કાંડા ઘડીયાળો મળીને કુલ કિ.રૂા.૭,૧૯,૦૦૦/-ની મતાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ
(૧) અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ ઉવ.૩૧ રહે.પ્રભુદાસ તળાવ,જનતાનગર મફતનગર ભાવનગર
ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જુગારના ગુન્હામાં પકડાયેલ છે.
(૨) અહેમદભાઇ અલ્તાફભાઇ સેતા ઉવ.૨૪ રહે.દાંતીયા વાળી શેરી,દિવાનપરા રોડ ભાવનગર
ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી ના ગુન્હામાં પકડાયેલ છે
(૩) મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારીયા ઉવ.૩૦ રહે.હાલ સુરત મુળ રહે. જનતાનગર મફતનગર ભાવનગર
ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ઘરોફોડ ચોરી તથા ઘોઘારોડ પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ છે
(૪) મંહમદજુબેર જાહીદભાઇ શેખ ઉવ.૨૧ રહે. જનતાનગર મફતનગર ભાવનગર
ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં લુંટ તથા ખુનની કોશીષના ગુન્હામાં પકડાયેલ છે
(૫) આફતાબ મહમહહનીફભાઇ સેતા ઉવ.૨૪ રહે.કુંભારવાડા ગુ.હા.બોર્ડ કર્વાટર ભાવનગર
ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.

આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ
(૧) સોનાના પાટલા નંગ-૨
(૨) સોનાની બંગડી નંગ-૨
(૩) સોનાની બંગડી નંગ-૨
(૪) સોનાનું પેંડલ તથા બુટ્ટી
(૫) સોનાની વીટી નંગ-૫
(૬) ટાઇટન (રાગા) લેડીઝ કાંડા ઘડીયાળ નંગ-૧
(૭) સિટીઝન કંપનીની લેડીઝ કાંડા ઘડીયાળ નંગ-૧
(૮) ફાસ્ટટ્રેક કંપનીની લેડીઝ કાંડા ઘડીયાળ નંગ-૧
(૯) ઇમીટેશન જવેલરી
(૧૦) મોબાઇલ ફોન નંગ-૩
(૧૧) રોકડા રૂપીયા
(૧૨) એક સ્કુ ડ્રાઇવર(પેચીયું)
(૧૩) એક હથોડી
(૧૪) ગુન્હામાં વપરાયેલ મો.સા નંગ-૨
(૧૫) આરોપીઓના મોબાઇલ નંગ-૫
ઉપરોકત તમામ મુદામાલ કિ.રૂા. ૮,૧૦,૪૦૦/-
આરોપીઓની એમ.ઓ.
બંધ રહેણાંક મકાનની દિવાલ પરથી અગાશી ઉપર જઇ દરવાજાનું પાટીયું તોડી મકાન અંદર પ્રવેશ કરનાર આરોપીઓ શરીરે પાતળા બાંધાના હોય તેઓ દ્રારા ચોરી કરવામાં આવેલ છે.

પોકેટકોપ એપની ઉપયોગીતા
ઉપરોકત ચોરી ડીટેકટ કરવામાં પોકેટકોપ ખુબ જ ઉપયોગી રહેલ હતી પોકેટ કોપ એપ ના વ્યકિત સર્ચ વિકલ્પથી એપ.ના સર્વરમાં રહેલ આરોપીઓના વિશાળ ડેટાબેઝ તથા વાહન સર્ચ વિકલ્પ થી વાહનોને લગતી તમામ અગત્યની જાણકારી ગણતરીના મિનીટમાં મળી જવા પામી હતી.

નેત્ર તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ તેમજ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરેલ
ઉપરોકત ગુન્હાના કામે ભાવનગર શહેરમાં આવેલ નેત્ર તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ હેઠળ મહત્વની જગ્યાએ તમામ એન્ટ્રી એકઝીટ પોઇન્ટ ઉપર CCTV કેમેરાઓ તેમજ ANPR કેમેરાઓની મદદથી ગુન્હે ગારોએ લીધેલ રૂટ તેમજ જરૂરી મહત્વની માહીતી મળેલ તેમજ આ ગુન્હામાં LCB શાખા ના ટેકનીકલ સોર્સની મદદ લેવામાં આવેલ જે ઘણી ઉપયોગી થયેલ

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી તથા સ્ટાફના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા હેડ કોન્સ ભરતભાઇ પુનાભાઇ તથા હેડ કોન્સ વિશ્વદિપસિંહ કીરીટસિંહ તથા પો..કોન્સ. જયદિપસિંહ ટેમુભા તથા પોલીસ કોન્સ. દશરથસિંહ બબુભા તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ પ્રઘ્યુમનસિંહ તથા પોલીસ કોન્સ. અનીલભાઇ સોલંકી તથા પોલીસ કોન્સ. નિલેશભાઇ અનીલભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ જશુભા તથા પોલીસ કોન્સ.રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પોલીસ કોન્સ.નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પોલીસ કોન્સ.અજયસિંહ ચંદ્રસિંહ તથા પોલીસ કોન્સ.કેવલભાઇ સાંગા તથા પોલીસ કોન્સ.રાજેશભાઇ કાળુભાઇ તથા પોલીસ કોન્સ કિશોરભાઇ કાળુભાઇ એ રીતેના અલગ-અલગ ટીમો બનાવી સરાહનીય કામગીરી કરેલ છે

ઉપરોકત અધીકારી-કર્મચારીઓને ભાવનગર જીલ્લાના મ્હે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી તેમજ મ્હે.મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબશ્રીનાઓના આ ગુન્હા સંબંધે માર્ગદર્શનથી જ આ ગુન્હો શોધવામાં સફળતા મળેલ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »