ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઉંડી ખડકી કાજીવાડ મસ્જિદ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે.
તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર એસ.ઓ.જી.શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી. જાડેજા સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે આરોપી ઇરફાનભાઇ મહમદભાઇ શેખ રહે. કાજીવાડ મસ્જિદ પાસે, ઉંડી ખડકી, મુસ્તુફાભાઇના મકાનમાં ભાવનગર વાળાને તેના ઘરેથી સુકો ગાંજો વજન ૧ કિલો ૦૬૦ ગ્રામ કિ.રૂ|.૧૦૬૦૦/- તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ.રૂ.૧૧,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના યુસુફખાન પઠાણએ ફરિયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.ના અધિકારીશ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસની કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી. જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના યુસુફખાન પઠાણ તથા વિજયસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહીલ તથા બાવકુદાન ગઢવી તથા ઓમદેવસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. તથા મનદીપસિંહ ગોહિલ તથા દિલીપભાઇ રવુભાઇ ખાચર તથા ડ્રાઇવર ભગીરથસિંહ રાણા તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા