છેલ્લા પંદર વર્ષથી પાસાના કેસમાં વોન્ટેડ ઇસમને ઝડપી પાડતી પોલીસ….

લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર  ભાવનગર રેન્જ ભાવનગર ના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. તથા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ સેલ સ્ટાફનાં માણસોને માથાભારે ઇસમો, ગે.કા.નાણાં ધીરધાર, પ્રોહીબિશનને લગતી ગે.કા. પ્રવૃતિઓ કરનારાં ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવા તથા પાસાના વોરંટની બજવણી નહી થયેલ ઇસમોને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

સને-૨૦૦૬માં ઇંગ્લીશ દારૂનાં કેસમાં પકડાયેલ ઉમેશ S/O ખસાજી બાબરાજી પ્રજાપતિ રહે.દરિયાપુર દરવાજા બહાર, ૧૬૪૭/૧૦,કુવાવાળી ચાલી,અમરપુરા,વ અમદાવાદવાળાની પાસા દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, ભાવનગરનાંઓએ મંજુર કરી નવસારી જેલ ખાતે મોકલી આપવા માટેનું વોરંટ ઇશ્યુ કરેલ. આ ઇસમ અમદાવાદથી રાજસ્થાનમાં રહેવા માટે જતો રહેલ હોવાથી તેને છેલ્લાં પંદર વર્ષથી પાસાનાં વોરંટની બજવણી થઇ શકેલ નહિ.

ગુજરાત રાજ્ય સી.આઇ.ડી ક્રાઇમ & રેલ્વેઝની નાસતાં-ફરતાં આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમ્યાન કુલ-૦૩ ટીમોને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાં મોકલી આપવામાં આવેલ હતાં.જે દરમ્યાન રાજસ્થાન ખાતે મોકલી આપેલ ટીમે ઉમેશ S/O ખસાજી બાબરાજી પ્રજાપતિ રહે.દરિયાપુર દરવાજા બહાર, ૧૬૪૭/૧૦, કુવાવાળી ચાલી,અમરપુરા,અમદાવાદવાળાની તેનાં મુળ વતન-મુંડતરા (સલી), હાઇ-વે રોડ ઉપર તા.ભીમમાલ જી.ઝાલોર રાજય-રાજસ્થાન ખાતે તપાસ કરતાં તે હાજર મળી આવેલ.જેથી તેને પાસા વોરંટની બજવણી કરવા માટે રાજસ્થાનથી ભાવનગર લાવી તેને પાસા વોરંટની બજવણી કરી નવસારી જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ.

આમ, ભાવનગર, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ/ઘોઘા રોડ પોલીસ ટીમને છેલ્લાં પંદર વર્ષથી પાસા કેસમાં નાસતાં-ફરતાં આરોપીને વોરંટની બજવણી કરવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હરગોવિંદભાઇ બારૈયા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, હિતેશભાઇ મકવાણા, રવિરાજસિંહ ગોહિલ,શકિતસિંહ સરવૈયા, ઘોઘા રોડ પો.સ્ટે.નાં કિશોરભાઇ વાઘેલા, વિશાલદિપસિંહ અશ્વિનસિંહ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »