ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને પ્રેસ રોડ ઉપરથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોકટરોને ઝડપી પાડવા ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લા પોલીસને આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા સુચન કરેલ.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ભાવનગર પ્રેસ રોડ, વાલ્કેટ પાસે ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ પ્રવિણભાઇ પરષોતમભાઇ સોલંકી ઉ.વ.૫૦ રહેવાસી જગ્ગનાથ પાર્ક-૧, પ્લોટ પ્લોટ નંબર ૪૬, સુભાષનગર ભાવનગર વાળાને પ્રેસ રોડ, કરચલીયાપરા, વાલ્કેટગેટ પાસે દવાખાનુ ખોલી બેસેલ જેને દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૧૩,૧૩૪/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ ગંગાજળીયા પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર પરેશભાઇ પટેલ જોડાયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »