તળાજા આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ તળાજા દ્વારા નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ખાતે ભાવનગર બ્લડ બેન્કના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ આ કાર્યક્રમમાં સમાજના સૌ યુવાનો જોડાયા હતા અને સમાજ અને રાષ્ટ્રને મદદ રૂપ થવાની ફરજ બજાવી હતી આ કાર્યક્રમમાં આહિર સમાજના વિવિધ અગ્રણીઓ જોડાયા હતા

જેમાં માયાભાઈ આહીર આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર,નાજાભાઇ આહીર લોક સાહિત્યકાર,જીગ્નેશભાઈ કુંચાલા લોક સાહિત્યકાર ભીખુભાઈ ભાદરકા સદસ્ય તાલુકા પંચાયત તળાજા,ઘુસાભાઇ ચોપડા સદસ્ય તાલુકા પંચાયત તળાજા, ઝીણાભાઈ ડાંગર સદસ્ય તાલુકા પંચાયત તળાજા,લક્ષ્મણભાઈ કામળિયા વૃંદાવન હોન્ડા તળાજા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના ભાવનગર જિલ્લાના કન્વીનર ગુણવંતભાઈ આહીર,સહ કન્વીનર વિજયભાઈ આહીર,સહ કન્વીનર લાખાભાઈ ભુવા,તળાજા કન્વીનર ડોક્ટર દિનેશભાઈ લાડુમોર,સહ કન્વીનર સામતભાઈ ભંમમર,સહ કન્વીનર રાજેશભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં માયાભાઈ આહીર રક્તદાન કરી સમાજના સૌ યુવાનોને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી અને આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપને સુંદર કાર્યક્રમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં કૂલ 28 બોટલ રક્ત એકત્રિત થયું હતુ આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરે છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »