ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વૃક્ષારોપણ કરી અને ઓક્સિજન મશીન અર્પણ કરી જન્મ દિવસની ઉજવણી કરી

બાબરા તાલુકાના મોટા દેવળીયામાં રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વૃક્ષારોપણ કરી અને ઓક્સિજન મશીન અર્પણ કરી જન્મ દિવસની ઉજવણી કરી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી દેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ દ્વારા કરવામાં આવી છે

ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરના વિસ્તાર મોટા દેવળીયા ખાતે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અહીં મોટા દેવળીયા પીએસસી સેન્ટરમાં ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષોનું જતન અને જાળવણી પૂરતા પ્રમાણમાં થાય તે માટે વૃક્ષના પિંજરા માટે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી

આ તકે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દિલીપભાઈ સનુરા,માજી ઉપસરપંચ ભરતભાઇ મુલસાણી પર્યાવરણ રક્ષણ સમિતિના અશ્વિનભાઈ દઢાણીયા હિરેનભાઈ ભેંસદડીયા વિપુલભાઈ ગોસ્વામી મગનભાઈ જોગાણી અરવિંદભાઈ રાજગોર દિલીપભાઈ રાજગોર જેન્તીભાઈ પેથાણી,સહિત સ્થાનિક અગ્રણીઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »