પૂજારી બન્યા પ્રેમી: મેઘરજ રાયવાડાના પુજારીએ ઇનોવા કારમાં બે મિત્રો સાથે ગામની યુવતીનું અપહરણ કરતા ચકચાર

મોડાસા : મેઘરજના રાયવાડાના મંદિરોમાં પૂજા પાઠ કરતો કિશન રાજેન્દ્રસિંહ પુરોહીત નામનો યુવાન પૂજારી તેના બે મિત્રો સાથે મળી રાયવાડા ગામની કોલેજીયન યુવતીનું ઘરેથી રાત્રીના અંધારામાં અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે. યુવતીના પિતાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પૂજારી અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસ દોડતી થઇ છે. પુજારીની આ હરકત સામે લોકોએ ફિટકાર વરસાવી છે.

મેઘરજના રાયવાડા ગામમાં આવેલ વિવિધ મંદિરોમાં પૂજા-પાઠ કરવા માટે ગામ લોકોએ મેઘરજના કિશન રાજેન્દ્રસિંહ પુરોહીતને પગાર ભથ્થા પર નિમણૂંક કરી હતી. કિશન પુરોહિતને સ્ત્રી મોહ પેદા થતા ગામમાં એક યુવતી પર નજર ઠરી હતી.

યુવતીને પ્રાપ્ત કરવા પુજારીએ તેના ભાઈ સાથે સબંધ કેળવી તેના ઘરે ક્યારેક ક્યારેક જમવા અને સત્સંગ કરવા જતો હતો.પૂજારી ઘરે આવતા યુવતીના પરિવારજનો ભારે માન-પાન આપતા હતા પુજારીની નજરથી પરિવારજનો અજાણ હતા.

ત્યારે પુજારીએ પરિવારની યુવતી સાથે પ્રણયફાગ ખેલી યુવતીને એન્ડ્રોઇડ ફોન પણ આપ્યો હતો અને આખો દિવસ યુવતી સાથે વાતો કર્યા રાખતા યુવતીના પિતાને જાણ થતા મોબાઈલ લઇ લીધો હતો. તેમ છતાં લગ્નની લાલચ આપી બે મહિના અગાઉ કિશન પુરોહીત ઇનોવામાં સીસોદરાના સિધ્ધરાજ પટેલ અને સાકરિયાના રવિ ભરવાડ સાથે પહોંચી તેને ભગાડી જઈ ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી.

યુવતીના પરિવારજનોએ સમાજમાં આબરૂ જવાના ડરે હમણાં પૂજારી યુવતીને પરત મૂકી જશે તેવી આશાએ બે મહિના રાહ જોઈ હતી પરંતુ પરિવારની આશા ઠગારી નીવડી હતી આખરે મેઘરજ પોલીસનું શરણ લીધું હતું.
મેઘરજ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે ૧) કિશન રાજેન્દ્ર પુરોહીત  (રહે, મેઘરજ), ૨) સિદ્ધરાજ નાનાભાઈ પટેલ (રહે, સિસોદરા-મેઘાઈ) અને ૩) રવિ ભરવાડ (રહે, સાકરીયા) વિરુદ્ધ અપહરણનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »