બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ જન ચેતના યાત્રા કાઢવામાં આવી

બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ જન ચેતના યાત્રા કાઢવામાં આવી.ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓએ સાયકલયાત્રા કાઢી મોંઘવારીનો વિરોધ કર્યો રોડપર ચક્કાજામ કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

રાજ્યમાં વધતી જતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન ચેતના યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ બે કિલોમીટર જન ચેતનાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત શહેર અને તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાયકલ લઈ જોડાયા હતા

અહીં જલારામ બાપાના મંદિરથી રિલાયન્સ પેટ્રોલપંપ સુધી સાયકલ યાત્રા નીકળી હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સહિત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અહીં દયારામબાપા સર્કલ તેમજ નાગરિક બેન્ક ચોક આગળ રોડપર બેસી ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ બાદ રાહદારીઓ પાસે સહી ઝુંબેશ કરવામાં આવી હતી

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે દેશની જનતા કારમી મોંઘવારીના કારણે પીસાઈ રહી છે પેટ્રોલ ડીઝલ તેલ,ગેસ સહિત તમામ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓનો ભાવ આસમાને પહોંચી ગયો છે ત્યારે લોકોમાં ચેતના જગાડવા જન ચેતના યાત્રા કાઢી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત જનચેતના યાત્રામાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષનાનેતા પ્રભાતભાઈ કોઠીવાળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા ખીમજીભાઈ મારૂ ધીરુભાઈ વહાણી ઉકેસભાઈ શિયાણી અમિતભાઇ જોગેલ બાબુભાઇ કારેટિયા ઇકબાલભાઈ ગોગદા રાજુભાઇ કનાળા લખુભાઈ બસિયા બાવાલાલ હિરપરા ચંદુભાઈ સાકરીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »