બાબરીયાવાડના ક્ષત્રિય યુવા નેતા વનરાજ વરૂનો આજે જન્મ દિવસ.ખુબ ખુબ શુભેચ્છા

રાજુલાના સામાજિક કાર્યકર સેવાભાવી નવયુવાન અમરેલી જિલ્લા યુવા ભાજપના આગેવાન વનરાજભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે.વનરાજભાઈ વરૂ આજે પોતાના જીવન ના ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

માનવ સેવાના કર્યો કરતા આવ્યા છે સાથે સાથે કોઇ દર્દી ને તાત્કાલિક લોહીની જરૂર હોય ત્યારે જરૂરિયાત મંદ દર્દી ની સેવા કરવા નાત જાત ના ભેદ વગર તત્પર રહે છે જરૂરિયાતમંદ દર્દી ગંભીર બીમારી સમયે માઁ કાર્ડ- આયુષ્યમાન કાર્ડ કઢાવવા માં મદદ કરતા આવ્યા છે અને અનેક કલ્યાણકારી સરકારી યોજનાઓ ની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને આપાતકાલીન સમયે પણ સેવા કાર્ય કરવા કટીબદ્ધ હોઈ.

વનરાજ વરૂ નાની ઉંમરમાં સર્વે નગરજનો વડીલોના આશીર્વાદથી સેવા કાર્ય કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સત્કાર્યો કરતા રહે તેવી અનેકાનેક શુભકામનાઓ વનરાજ વરૂ ને સગા સંબંધી સ્નેહીજનો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર ૯૭૨૫૩૧૦૦૧૦, શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

આજ રોજ વનરાજભાઈ વરૂનો જન્મ દિવસ અમરેલી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકેની સફળતા પૂર્વક સંગઠનની ફરજ બજાવેલી ૨ વર્ષ પૂર્ણ કર્યા હતા બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા અમરેલી જિલ્લાના યુવાનો રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને આવતા દિવસોમાં અમરેલી તથા તાલુકાઓના યુવાનો વડીલો એવી માંગ છે કે આવનારા સમયમાં વનરાજભાઈ વરૂ ને અમરેલી જિલ્લા યુવા ભાજપમાં જિલ્લાના સંગઠનમાં અતિ મહત્વની જવાબદારી સોંપવામાં આવે અને અમરેલી જિલ્લા યુવા ભાજપનું સંગઠન અતિ મજબૂત બને તેવી લોકોમાં સર્ચા ઉઠી છે.

વનરાજભાઈ વરૂ રાજુલા શહેર યુવા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે અને હાલ અમરેલી જિલ્લા યુવા ભાજપમાં સક્રિય રીતે લોકોના પ્રશ્નોને લઈને જવાબદારી ખુબ સારી રીતે નિભાવી રહ્યા છે, બીજી રાજુલા શહેર તથા જિલ્લામાં મોટા ભાગની સેવાકીય સંસ્થા તેમજ ગ્રુપ સાથે સંકળાયેલ હોવાથી તેમનો દબદબો વધી રહ્યો છે સાથે યુવા વર્ગનું સંગઠન વધુ ને વધુ મજબૂત કરવા માટે પણ તેમનો સિંહ ફાળો છે,

સાથે સાથે પ્રદેશ યુવા ભાજપના હોદેદારો સાથે પણ અગંત ઘરાબો ધરાવે છે અને જિલ્લા ની ચૂંટણીઓમાં પણ વનરાજભાઈ ને મહત્વ પૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે, ભૂતકાળ માં પણ વનરાજ વરૂ ની આગેવાનીમાં ચૂંટણીઓમાં અને ભાજપની રેલીઓમાં અનેક કાર્યક્રમો કરી સૂક્યા છે સાથે સાથે સાંસદથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા રવુભાઇ ખુમાણ, યુવા ભજપના ચેતનભાઈ શિયાળ ભાજપના સંગઠનના નેતા સાથે તાલ મેલ થી યુવા ભાજપ સંગઠન વધુ મજબૂત બને માટે અમરેલી જિલ્લાના યુવાનોની સાથે સતત સંપર્કમાં રહી ભાજપ પક્ષને મજબૂતીથી જિલ્લામાં ઉભરી આવે તેવા પ્રયત્નો કરતા રહે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »