ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૪ કુલ કિ.રૂ.૫૧,૬૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારો માં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે./બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન રાળગોન ગામના પાદરમાં બેલડાગામ તરફ જતા રોડના નદી પરના પુલ પાસે આવતા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, અનિરૂધ્ધસિંહ સુખદેવસિંહ ગોહિલ રહે.રાળગોન,બેલડા તરફ જતા રોડની બાજુમાં,વાડી વિસ્તારમાં તા.તળાજા જી.ભાવનગરવાળો પોતાના રહેણાંક મકાને ગે.કા ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે.અને હાલમા તે ઘરે હાજર નથી.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મકાને અનિરૂધ્ધસિંહ સુખદેવસિંહ ગોહિલ રહે.રાળગોન, બેલડા તરફ જતા રોડની બાજુમાં,વાડી વિસ્તારમાં તા.તળાજા જી.ભાવનગરવાળા કે અન્ય કોઇ હાજર મળી આવેલ નહિ. તેનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાને જડતી તપાસ કરતાં ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૪ કિ.રૂ.૫૧,૬૦૦/- નાં મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરી તેનાં વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.આ ગુન્હાનાં આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર H.C. મહિપાલસિંહ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, નરેશભાઇ બારૈયા, પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા ડ્રાયવર પદુભા ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »