ભાવનગરમા સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક મળી હતી.તેમા જાણવા મળ્યું કે ગુજરાતમા મુખ્યમંત્રી કોળી સમાજનો બનાવવો હોય તો જામરાવળમાં જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ જે કર્યું તેમ કરવું પડે જે ધરમશીભાઈ ધાપાનું આહવાન.

સમસ્ત કોળી સમાજ ગુજરાતની ચિંતન શિબિરમાં કલ હમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા, ગુજરાત પ્રમુખ ભરતભાઇ બાંભણીયા તેમની ટીમ સાથે હાજર રહ્યાં હતાં. કોળી સમાજનું વસ્તીના પ્રમાણમાં બધી જગ્યાએ પ્રભુત્વ હોવું જોઈએ. જે આપણો બંધારણીય અધિકાર છે.કોળી સમાજના કલેકટર, કમીશ્નર, મામલતદાર, કેબિનેટ મંત્રી, નિગમોના ચેરમેન કેટલા? તેના ઉપર ચિંતન કરવાની જરૂર છે.

જે બાબત ઉપર સમાજના લોકોને ધ્યાન દોર્યું હતું. સમાજમાં એકતા છે જ બસ એક ચોક્કસ દિશામાં આગળ વધી કામ કરવાની જરૂર છે જેનું ઉત્તમ ઉદાહરણ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા જામરાવલ નગરપાલિકા ઉપર વિજય મેળવ્યો છે તેને જોઈને સમાજને શીખવાની જરૂર છે કે સત્તા વગર સાનપણ નકામું. સત્તા ઉપર કબજો કરો સમાજને માંગવાની જરૂર નહીં પડે.

ભાવનગરઃ શહેરમાં ઇસ્કોન ક્લબ (ISKCON Club)માં પહેલી હરોળના ગુજરાતના કોળી સમાજના આગેવાનોની ચિંતન બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં સર્વાંગી વિકાસ માટે ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં મહા સંમેલન પણ યોજવામાં આવશે. મુખ્યપ્રધાન બાબતે બેઠકના આગેવાન રાજુ સોલંકીએ ફડફડતો જવાબ આપ્યો હતો કે મુખ્યપ્રધાન ગમે તે સમાજનો હોય પણ સાડા છ કરોડની જનતાનું કલ્યાણ કરી શકે તેવો હોવો જોઈએ પછી ભલે ગમે તે સમાજના વ્યક્તિ મુખ્યપ્રધાન હોય છે. સમસ્ત કોળી સમાજ ગુજરાતની ચિંતન બેઠક મળી હતી. જેમાં 100 થી વધુ આગેવાન હાજર રહ્યા હતા.

ભાવનગરના ઇસ્કોન ક્લબ(ISKCON Club) ખાતે કોળી સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત માટે કોળી સમાજના આગેવાનો નેતાઓમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુંડાસમા, ઉદ્યોગપતિ કરશનભાઈ વેગડ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા, દક્ષિણ ગુજરાતના મયુરભાઈ જમોડ, સુરતના ઉદ્યોગપતિ ચંદ્રકાંત સોલંકી, સિંહોર ભાજપના ઉમેશ મકવાણા, સમાજ અગ્રણી વિ.ડી મકવાણા, આંબરડી ભાજપ સંગઠનના ખોડાભાઇ ખસીયા, સિંહોર ભાજપના ચતુરભાઈ મકવાણા, ભાવનગર કોંગ્રેસના નીતાબેન રાઠોડ સહિતના આશરે 100થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ

વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકી દ્વારા ગુજરાતન સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠકનું આયોજન કરાયુ હતું. ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ વિર માંધાતા સમાજના આગેવાન રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ બેઠક યોજાઇ હતી અને આગામી દિવસોમાં કોળી સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવાનું ચિંતન બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં તેમના જ સમાજના મુખ્યપ્રધાનનો મુદ્દો ઉઠ્યો હતો. એ બાબતે સવાલ કરતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન કોઈપણ સમાજનો હોય પરંતુ સાડા છ કરોડની ગુજરાતની જનતાને સમજી શકે અને લોકોને સુખાકારીમાં વધારો કરી શકે અને કલ્યાણ કરી શકે તેઓ જરૂર હોવા જોઈએ પછી તે કોઈ પણ સમાજમાંથી ભલે આવતો હોય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »