મહુવા સાવરકુંડલા રોડ તાવેડા ગામના પાટીયા પાસે થયેલ રૂ.૧૦,૫૦,૦૦૦/- ની લુંટના વણશોધાયેલ ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી ભાવનગર જિલ્લા પોલીસ

ગઈ તા.૧૩/૦૮/૨૦૨૧ ના રોજ ફરીયાદી પ્રિતેશભાઈ મંગળભાઈ મોઠીયા ઉ.વ.૩૩ ધંધો.નોકરી રહે.સ્લમ નં.૧૭,૭, નહેરૂ વસાહત, કોલેજ રોડ, તા.મહુવા, જિ.ભાવનગર નાઓ મહુવાથી રોકડા રૂપિયા ૧૦,૫૦,૦૦૦/- લઈ “KIZ FOOD” જતા હતા તે દરમ્યાન તાવેડા ગામના પાટીયા પાસે પહોચતા ત્રણ અજાણ્યા પુરુષો અંદાજીત ૧૮ થી ૨૫ વર્ષની ઉમરના હોન્ડા પેશન ઉપર આવી ફરીયાદીનો પીછો કરી ફરીયાદી ને રોકી ગાળો આપી મારા-મારી કરી માથાના ભાગે ઈજા પહોચાડી ફરી.ની પાસે રહેલ બેગ કે જેમા રોકડા રૂપિયા ૧૦,૫૦,૦૦૦/-હતા,તે બેગ બળજબરીપુર્વક ખેંચી લુટ કરી લઇ જઇ સમાન ઇરાદો પાર પાડવા માટે એક બીજા આરોપીઓએ ગુન્હો કરવામાં મદદગારી કરી, ગુન્હો કરેલાની ફરીયાદીએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.
જે વણશોધાયેલ લુંટના ગુન્હા અનુસંધાને ભાવનગર વિભાગ, ભાવનગર પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ તથા મહુવા વિભાગ, ઈન્ચાર્જ ના.પો.અધિ. ડી.ડી.ચૌધરી સા. ના માર્ગદર્શન નીચે,સદરહુ પોલીસ માટે ચેલેન્જ રૂપ રોકડ રૂપિયા.૧૦,૫૦,૦૦૦/- નો લુંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ સ્થળ વિઝીટ કરી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખા ભાવનગર તથા મહુવા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમ બનાવી સદરહુ વણશોધાયેલ ગુન્હો ડીટેકટ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ તપાસમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી. પી.આઈ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા મહુવા પી.આઈ.શ્રી ડી.ડી.ઝાલા સાહેબ તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા મહુવા પો.સ્ટે. ના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પી.આઈ. વી.વી.ઓડેદરા સાહેબ તથા પી.આઈ. ડી.ડી.ઝાલા સાહેબને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, તા.૧૩/૦૮/૨૦૨૧ ના રોજ મહુવા સાવરકુંડલા રોડ તાવેડા ગામના પાટીયા પાસે થયેલ લુંટના આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ બે મોટર સાયકલ ઉપર બીલડી ગામથી માઢીયા ગામ તરફ નીકળનાર છે જેવી હકીકત આધારે એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા મહુવા પો.સ્ટે. ના માણસો વોચમાં તે દરમ્યાન ઉપરોકત હકીકત મુજબના ત્રણ ઈસમો બે મોટર સાયકલ લઈને નીકળતા તેઓને રોકી પુછપરછ કરતા જેમાં આરોપી (૧) નિતિનભાઈ કિશોરભાઈ ચૌહાણ ઉ.વ.૨૨ ધંધો.અભ્યાસ રહે.વોર્ડ નં.૮, અંજના સેલ્સ એપાર્ટમેન્ટ, રૂમ નં.૨૦૨, બીજા માળે, નાગરવાડા, વડોદરાશહેરતથા બરોડા પ્રિસ્ટેજ, ચેતન નગર, ઘર નં.૧૦, કાપોદ્રા, સુરત શહેર મુળ ગામ.લાઠી, હરીચંન્દ્ર પરા, કુંભારવાડા, તા.લાઠી, જિ.અમરેલી (૨) રાહુલભાઈ રવજીભાઈ ડુબાણીયા ઉ.વ.૧૯ ધંધો.કમ્પ્યુટરમાં હિરા બનાવાનુ રહે. હાથાસણી રોડ, આંખની હોસ્પીટલ પાછળ, હુડકો સોસાયટી, રાઠોડ ગલ્લાની બાજુમાં, સાવરકુંડલા, જિ.અમરેલી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તા.૧૩/૦૮/૨૦૨૧ ના રોજ મહુવા સાવરકુંડલા રોડ ઉપર તાવેડા ગામના પાટીયા પાસેથી રૂ.૧૦,૫૦,૦૦૦/- ની તેઓએ તથા તેઓની સાથેના અન્ય આરોપીઓએ લુંટ કરેલાની કબુલાત આપેલ.જેથી સદરહુ આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અંગ ઝડતી કરતા તેઓના કબ્જામાંથી લુંટમાં ગયેલ રૂપિયા પૈકીના હોવાનુ જણાવેલ.જેથી સદરહુ રોકડા રૂપિયા તથા ગુન્હો કરવામાં વાપરેલ બન્ને મોટર સાયકલો તપાસ અર્થે કબ્જે કરી ધોરણસરની અટક કાર્યવાહી કરી નામદાર કોર્ટ મહુવા ખાતે ઉપરોકત બન્ને આરોપીઓના તા.૧૭/૦૮/૨૦૨૧ ના રોજના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ કરતા સદરહુ ગુન્હો આચરવામાં મદદ કરનાર અને ફરીયાદી રૂપિયા લઈને નીકળનાર હોય તેની માહિતી આપનાર અકબર ઝુબેરભાઈ કાઝી ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.પ્લોટ વિસ્તાર, મોટા મોભાણીયા ગામ, તા.રાજુલા, જિ.અમરેલી નાને ધોરણસર અટક કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં એલ.સી.બી પી.આઈ. શ્રી.વી.વી.ઓડેદરા સાહેબ તથા મહુવા પી.આઈ. શ્રી.ડી.ડી.ઝાલા તથા એલ.સી.બી./ એસ.ઓ.જી.સ્ટાફના માણસો તથા મહુવા પોલીસ સ્ટેશનના માણસો જોડાયેલ હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »