મોટા આગરીયા ગામે ગ્રાહક સુરક્ષા ધારાની ટીમ દ્વારા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગ્રાહક સુરક્ષાધારાના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઈ શાહની આજ્ઞાનુસાર ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ સંતોષભાઈ ત્રિવેદી ના વરદ હસ્તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં ગ્રાહક સુરક્ષા પરિવાર દ્વારા રાશન કીટનુ વિતરણ કરાયું હતું.

તોકતે વાવાઝોડા દરમ્યાન દરિયાઈ વિસ્તારના કાંઠાળ વિસ્તારમા નુકશાન ગ્રસ્ત પરિવારોની ઉપ પ્રમુખ સાહેબ દ્વારા મુલાકાત કરવામાં આવી અને આવા અસરગ્રસ્ત પરિવારોની આપવીતી અસરગ્રસ્ત લોકો ની પાસેથી ચાલુ તોકતે વાવાઝોડા દરમ્યાન રાત્રી કેવી રીતે વિતાવી તેમના મુખેથી આપવીતી સાંભળી ત્રિવેદી સાહેબનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું અને આ અસરગ્રસ્ત પરિવારોની ફરીવાર મુલાકાત કરવા વચન આપ્યું હતું

આ તકે અમરેલી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિવારના પ્રમુખ ભરતભાઈ ખુમાણ ઉપ પ્રમુખ દિલીપભાઈ વાઘેલા વીજપડી અશોકભાઈ મકવાણા ધુડીયા આગરીયા અને સાથે ક્ન્નવીનર મુકેશભાઈ ગોઠડીયા વિગેરે જોડાયા હતા અને ગ્રાહક સુરક્ષા પરિવારોને ગ્રાહકોના કાયદા અને ગ્રાહકોને છેતરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે ની સમજણ આપવામાં આવી હતી અને કાયદાકીય માહિતી આપી માહિતગાર કર્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »