રાજકોટ ખાતે ગુજરાત આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની પ્રથમ વર્ષગાંઠ નિમિતે મિટિંગ યોજાઈ

રાજકોટ ખાતે ગુજરાત આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની પ્રથમ વર્ષગાંઠ નિમિતે મિટિંગ યોજાઈ રાજકોટ ખાતે જય મુરલીધર ફાર્મ હાઉસે ગુજરાતનું સૌથી વધુ 38000 થી વધુ સભ્યો ધરાવતું આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત

રાજકોટના યજમાન પદે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતની રાજ્ય બેઠક યોજાઇ જેમાં રાજ્ય ભરમાંથી દરેક જિલ્લાના આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના જિલ્લા કન્વિનર અને જિલ્લા સહ કન્વિનર અને રાજ્ય કોર ટીમના રાજ્ય એડમીન આર.જે. રામ પીઆઈ લીંબડી સુરેન્દ્રનગર,રાજ્ય સહ એડમિન મથુરભાઈ બલદાણિયા સુરત,રાજ્ય સહ એડમિન સંજયભાઈ છૈયા અમદાવાદ રાજ્ય ટીમના માર્ગદર્શકો અને જાણીતા કેળવણીકાર અને બિઝનેસમેન ઘનશ્યામભાઈ હેરભા રાજય માર્ગદર્શક ડૉ.પ્રોફેસર જે.એસ.વાળા ગીર સોમનાથ,રાજ્ય માર્ગદર્શક મિલનભાઈ કૂવાડીયા શંખનાદ ન્યૂઝ ચેનલ ભાવનગર

જાણીતા ઉદ્યોગપતિ ગાંધીનગર જિલ્લા માર્ગદર્શક નીતિનભાઈ ભાટિયા અમદાવાદ વજસિભાઈ આંબલીયા સહિતના હાજર રહ્યા હતા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરેલ કાર્યોની ચર્ચા કરવામાં આવેલ તેમજ શ્રેષ્ઠ જિલ્લા કન્વિનર ઓન લાઇન વોટિંગમાં વિજેતા થયેલ કન્વિનરોને ભગવાન દ્વારકાધીશની છબી અને ખેશ પહેરાવીને કોર ટીમ દ્વારા સન્માન કરવામાં આવેલ જેમાં ગીર સોમનાથ પ્રથમ ક્રમે મોરબી દ્વિતીય અને દ્વારકા તૃતીય ક્રમે રહેલ સાથે સાથે માર્ગદર્શકો દ્વારા યુવાનોને આ ગ્રુપ વૈચારિક ક્રાંતિ છે એટલે શિક્ષિત યુવાનો એ સમાજ ઉત્કર્ષ માટે હકારાત્મક રીતે આગળ આવવું પડશે એવી ટકોર પણ કરી હતી

એડમિન પીઆઇ. આર.જે.રામ દ્વારા જણાવાયુ કે હું આ કાર્યમાં નીમત માત્ર છુ બાકી આપ સૌ સફળતાના સાચા હક્કદાર છો અને ટેકનોલોજીના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મ પરથી સૌ વિવેક બુદ્ધિથી એક તાંતણે જોડાઈ રહીએ એવું આહવાન કર્યુ હતુ આવનારા ભવિષ્યમાં આ ગ્રુપ સમાજને ખૂબ ઉપયોગી સાબિત થશે અને આ ગ્રુપ બિન રાજકીય સેવા સહકાર,સંપથી હકારાત્મક કાર્યોમાં આગળ વધશે એવું જણાવેલ તેમજ ઘનશ્યામભાઈ હેરભા જે.એસ વાળા મિલનભાઈ કૂવાડિયા, નીતિનભાઈ ભાટિયા મથુરભાઈ બલદાણીયા, સંજયભાઈ છૈયા દ્વારા સમાજને સાચી વાત અને સાચી દિશામાં સમાજને અને યુવાનોને જે મદદ ની જરૂરિયાત હસે ત્યાં

મદદ કરવા અમે ખડે પગે ઊભા હશું એવી હૈયા ધારણા આપેલ તેમજ સમાજના યુવાનો ભાઈઓ બહેનો બધા ટેકનોલોજીના આ યુગમાં પોતાની આગવી નવી વિચારધારા ને સ્વીકારી પોતે અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ રીતે પોતાનું પ્રતિનિધિત્વ કરી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, રૂઢિગત રિવાજો માંથી વિચાર મંથન કરી સફળ કેળવણીકાર તરીકે સમાજના યુવાનો ખૂબ આગળ વધે આવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતમાં અવનવી પ્રવૃતિઓ દ્વારા સમાજને નવો રાહ ચીંધવા કટિબદ્ધ રહેશે આ મીટીંગના આયોજન માટે વીરાભાઇ હુંબલ અને રાજકોટ શહેર ટીમ તેમજ સ્ટેટ ટીમ વતી શૈલેષભાઈ ખાંભરા અને જનકભાઈ ડાંગર એ ખૂબ જહેમત ઉઠાવીને સુંદર આયોજન કર્યું હતુ કાર્યક્રમનું સંચાલન પરિમલભાઈ પરડવા એ કર્યું કાર્યક્રમના અંતે જય મુરલીધર ફાર્મ પર ભોજન લઈને સૌ છૂટા પડેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »